Surat ક્રાઇમ બ્રાન્ચે સાધુના વેશમાં છેતરપિંડી કરતી 'મદારી ગેંગ'નો કર્યો પર્દાફાશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતી કુખ્યાત 'મદારી ગેંગ'ના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો ભોળા નાગરિકોને ગૌશાળા માટે દાન અથવા ભંડારાના નામે વાતોમાં ભોળવી, વિધિ કરવાના બહાને તેમના કિંમતી સોના-ચાંદીના દાગીના ઉતરાવી લેતા હતા. આ ગેંગ એટલી રીઢી છે કે તેમની વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 21થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
સાધુનો વેશ ધારણ કરી લોકોને ભોળવતા હતા
પોલીસે ધરપકડ દરમિયાન આરોપીઓ પાસેથી મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાતી એક ફોર વ્હીલ ગાડીનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ પોતાની ગાડી પર 'પોલીસ' લખેલી પ્લેટ લગાવીને ફરતા હતા જેથી રસ્તામાં કોઈ તેમને અટકાવે નહીં. પોલીસે કુલ રૂ.8,71,780નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી
આ ગેંગ મુખ્યત્વે એકલવાયા વૃદ્ધો અથવા ધાર્મિક વ્યક્તિઓને નિશાન બનાવતી હતી. સાધુ જેવા વસ્ત્રો અને તિલક લગાવીને તેઓ લોકોનો વિશ્વાસ જીતતા અને ક્ષણવારમાં દાગીના શેરવીને રફુચક્કર થઈ જતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલમાં આ ગેંગના અન્ય સભ્યો અને તેમણે આચરેલા અન્ય ગુનાઓની વિગતો મેળવવા માટે સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસની આ કામગીરીથી છેતરપિંડીના અનેક વણઉકેલ્યા ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

