Surat: કેનાલ કિનારેથી મળેલા મૃતદેહનું રહસ્ય ખુલ્યું; તકરાર થતા પ્રેમીએ જ પ્રેમિકાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

Nov 29, 2026 - 15:00
Surat: કેનાલ કિનારેથી મળેલા મૃતદેહનું રહસ્ય ખુલ્યું; તકરાર થતા પ્રેમીએ જ પ્રેમિકાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કેનાલ કિનારેથી મળી આવેલા મહિલાના મૃતદેહની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં મહિલાનો સહકર્મી પ્રેમી બબલુ રાજભર જ હત્યારો નીકળ્યો છે. ઈચ્છાપોર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી નાખી આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે.

ઈચ્છાપોર વિસ્તારમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રવિવારે ગુમ થયેલી મહિલા રંજના દેવીની લાશ મંગળવારે કેનાલના કિનારેથી મળી આવી હતી,મૃતક રંજના દેવી અને આરોપી બબલુ રાજભર સાથે કામ કરતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.ઘટનાના દિવસે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બંને વચ્ચે કોઈ બાબતે તકરાર અને બોલાચાલી થઈ હતી.ઉશ્કેરાયેલા પ્રેમી બબલુ રાજભરે પ્રેમિકા રંજના દેવીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને મૃતદેહ કેનાલ કિનારે ફેંકી દીધો હતો.

હત્યા બાદ વતન ઉત્તરપ્રદેશ ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

મહિલાની હત્યા કર્યા બાદ આરોપી બબલુ રાજભર પોલીસથી બચવા માટે વતન ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. જોકે, ઈચ્છાપોર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ઉત્તરપ્રદેશથી આરોપીને દબોચી લઈ સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Junagadh: સિંહણના પંજામાંથી બચી ગયો શિકાર! દેવા ડુંગર વિસ્તારનો આ અદભુત નજારો કેમેરામાં થયો કેદ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0