Surat: એક મહિનાથી ફરાર ‘આપ’ પ્રવક્તા લસકાણા પોલીસના સકંજામાં, ડાયમંડ નગરથી બાતમીના આધારે દબોચી લેવાયો

May 10, 2026 - 14:00
Surat: એક મહિનાથી ફરાર ‘આપ’ પ્રવક્તા લસકાણા પોલીસના સકંજામાં, ડાયમંડ નગરથી બાતમીના આધારે દબોચી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના રાજકારણમાં આજે ત્યારે મોટી ચર્ચા જાગી જ્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાલુ વઘાસિયાની લસકાણા પોલીસે ધરપકડ કરી. એક મહિલા દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મના આક્ષેપો બાદ આરોપી નેતા પોલીસની પકડથી દૂર હતો, પરંતુ અંતે બાતમીના આધારે પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી છે.

કાલુ વઘાસિયાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ

કાલુ વઘાસિયા વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેણે લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે લસકાણા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ કાલુ વઘાસિયા છેલ્લા એક મહિનાથી ફરાર થઈ ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમો તેને શોધી રહી હતી.

બાતમીના આધારે ધરપકડ

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી કાલુ વઘાસિયા સુરતના ડાયમંડ નગર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે લસકાણા પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા અને મેડિકલ તપાસ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક પલટી મારતા લાખોનો વિદેશી દારૂ રસ્તા પર વેરવિખેર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0