Surat: ઉમિયાધામમાં 20,000 દીવાની 'મહાઆરતી', 'ઓપરેશન સિંદૂર' થીમ પર ભવ્ય આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં નવરાત્રિની ઉજવણીનું એક આગવું અને ભવ્ય કેન્દ્ર એટલે વરાછા સ્થિત ઉમિયા ધામ મંદિર. છેલ્લા 30 વર્ષથી અહીં નવરાત્રિનું ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, જ્યાં પ્રાચીન પરંપરા અનુસાર ખેલૈયાઓ ગરબા રમે છે. આ સ્થળ ખાસ કરીને તેની આઠમના દિવસની મહાઆરતી માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ ધરાવે છે.
વરાછામાં ભવ્ય આરતીનું આયોજન
આ પરંપરા જાળવી રાખતાં, આ વર્ષે આઠમના દિવસે ઉમિયા ધામ મંદિર ખાતે અત્યંત ભવ્ય રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 20 હજાર કરતાં વધારે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને માતાજીની આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું.
20 હજારથી વધુ દીપ સાથે માતાજીની આરતી
આ વર્ષની મહાઆરતીની થીમ ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' પર આધારિત હતી. આરતીના સમયે આજુબાજુના તેમજ મંદિરના તમામ વિસ્તારોની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી, જેથી માત્ર પ્રગટાવેલા દીવાઓનો પ્રકાશ જ ચારે તરફ ફેલાય અને એક અલૌકિક દ્રશ્ય સર્જાય. ઉમિયાધામની આ ભવ્ય મહાઆરતી દર વર્ષે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
What's Your Reaction?






