Surat: આને કહેવાય રત્ન 'કલાકાર', મંદીને પહોંચી વળવા કર્યો ગજબનો ઉપાય !

સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીં વડા વેચતો હોય તો કોઈ પણને આશ્ચર્ય થાય. આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર ગોરાટ રોડ વિસ્તારમાં રોડ પર દહીં વડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી સુરત શહેરના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિકી સોની તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વર્ષોથી સુરતમાં વસવાટ કર્યો છે અને 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરીની શરૂઆત કરી અને 8 વર્ષ એટલે કે 2022 સુધી હીરા ઉદ્યોગમાં નોકરી કરી હતી. 7000 પગારથી શરૂ કરીને 30000 સુધી પહોંચ્યો હતો, જોકે 2022માં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી, વર્ષ 2022માં હીરાની મંદીના કારણે પગાર અડધો થઈ ગયો હતો. જેમાં પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ ભાડાના મકાનમાં રહેતો હતો, 2021માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે, જેથી વર્ષ 2021ના અંતિમ મહિનામાં ટાટા કંપનીની 9 લાખની પંચ કાર હપ્તેથી લીધી હતી. સંઘર્ષના સમયમાં પત્નીએ આપ્યો સાથ ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું, જોકે ત્યારબાદ મંદીના કારણે નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે પત્નીનો પતિને સપોર્ટના કારણે હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીં વડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેર, ગોરાટ રોડ પર સાંજના સમયે બે કલાક દહીં વડા વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના પુરા સપોર્ટના કારણે આ સંઘર્ષને સારી રીતે પાર પાડી દીધો હતો અને આખો દિવસ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું, શરૂઆતમાં લોકો ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળી રહેતા હતા. દહીંવડા વેચી પરિવારનું ચલાવી રહ્યો છે ગુજરાન હાલ એક ડબામાં 50 રૂપિયાના દહીં વડા વેચું છું. દરરોજના 150થી 200 જેટલા ઓર્ડર અહીંથી મળી રહે છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. જેના કારણે મારા પરિવારનું ગુજરાન હાલ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. કારના હપ્તાઓ પણ ચૂકવાઈ ગયા છે અને આ કાર જ ડ્રીમ કાર હોવાથી આ કાર લઈને જ આવે છે અને દહીં વડા વેચે છે. આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની કરી અપીલ હીરામાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં રત્નકલાકારો આપઘાત કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે, જોકે આ રત્ન કલાકારોએ એ રીતે વિચારવું જોઈએ કે આ એક રસ્તો બંધ થયો છે તો આપણા માટે નાનો એવો ધંધો કરીને પણ ગુજરાન ચલાવવાનો રસ્તો ખુલ્યો છે. આપઘાતએ કોઈ સોલ્યુશન નથી અને હિંમત ન હારો તો તમે આગળ સારી રીતે વધી શકો છો.

Surat: આને કહેવાય રત્ન 'કલાકાર', મંદીને પહોંચી વળવા કર્યો ગજબનો ઉપાય !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીં વડા વેચતો હોય તો કોઈ પણને આશ્ચર્ય થાય. આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર ગોરાટ રોડ વિસ્તારમાં રોડ પર દહીં વડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી

સુરત શહેરના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિકી સોની તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વર્ષોથી સુરતમાં વસવાટ કર્યો છે અને 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરીની શરૂઆત કરી અને 8 વર્ષ એટલે કે 2022 સુધી હીરા ઉદ્યોગમાં નોકરી કરી હતી. 7000 પગારથી શરૂ કરીને 30000 સુધી પહોંચ્યો હતો, જોકે 2022માં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી, વર્ષ 2022માં હીરાની મંદીના કારણે પગાર અડધો થઈ ગયો હતો. જેમાં પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ ભાડાના મકાનમાં રહેતો હતો, 2021માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે, જેથી વર્ષ 2021ના અંતિમ મહિનામાં ટાટા કંપનીની 9 લાખની પંચ કાર હપ્તેથી લીધી હતી.

સંઘર્ષના સમયમાં પત્નીએ આપ્યો સાથ

ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું, જોકે ત્યારબાદ મંદીના કારણે નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે પત્નીનો પતિને સપોર્ટના કારણે હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીં વડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેર, ગોરાટ રોડ પર સાંજના સમયે બે કલાક દહીં વડા વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના પુરા સપોર્ટના કારણે આ સંઘર્ષને સારી રીતે પાર પાડી દીધો હતો અને આખો દિવસ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું, શરૂઆતમાં લોકો ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળી રહેતા હતા.

દહીંવડા વેચી પરિવારનું ચલાવી રહ્યો છે ગુજરાન

હાલ એક ડબામાં 50 રૂપિયાના દહીં વડા વેચું છું. દરરોજના 150થી 200 જેટલા ઓર્ડર અહીંથી મળી રહે છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. જેના કારણે મારા પરિવારનું ગુજરાન હાલ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. કારના હપ્તાઓ પણ ચૂકવાઈ ગયા છે અને આ કાર જ ડ્રીમ કાર હોવાથી આ કાર લઈને જ આવે છે અને દહીં વડા વેચે છે.

આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની કરી અપીલ

હીરામાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં રત્નકલાકારો આપઘાત કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે, જોકે આ રત્ન કલાકારોએ એ રીતે વિચારવું જોઈએ કે આ એક રસ્તો બંધ થયો છે તો આપણા માટે નાનો એવો ધંધો કરીને પણ ગુજરાન ચલાવવાનો રસ્તો ખુલ્યો છે. આપઘાતએ કોઈ સોલ્યુશન નથી અને હિંમત ન હારો તો તમે આગળ સારી રીતે વધી શકો છો.