Suratમા હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે 3 રત્નકલાકારોએ ચલાવી લૂંટ

ચપ્પુની અણીએ રૂ 80 હજારના હીરાની લૂંટ 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન ઘડયો ખર્ચો ભરવા માટે કર્યો હતો લૂંટનો પ્લાન સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ છે,તેની વચ્ચે ત્રણ રત્નકલાકારો બેકાર થતા તેમણે હીરા બજારમા હીરાના કારીગરો સાથે લૂંટ ચલાવી છે.ત્રણ શખ્સોએ 2 કારીગરોને ધમકાવીને લૂંટ ચલાવી છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે. હીરા બજારમાં લૂંટનો માહોલ સુરતનું હીરા બજાર મંદીમા સપડાયુ છે તેની વચ્ચે રત્નકલાકારો બેકાર બન્યા છે.રત્નકલાકારો બેકાર થતા તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો અને હીરાની લૂંટ ચલાવી હતી,આ હીરા કોઈને વેચે તે પહેલા પોલીસે આરોપીઓને દબોચ્યા હતા.પોલીસની તપાસમા સામે આવ્યું છે કે,છેલ્લા 3 મહિનાથી આરોપીઓ બેકાર હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો અને રાત્રીના સમયે મોઢા પર રૂમાલ બાંધી આરોપીઓ ઓફીસમાં ઘૂસ્યા હતા અને લૂંટ કરી હતી. ધાકધમકી આપી હીરા લઈ લીધા ત્રણ રત્નકલાકરો સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો.છેલ્લા ત્રણ મહિનાથી કોઈ કામ નહી હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન તેમણે ઘડયો હતો.હીરા બજારમાં કારીગર પાસે હીરા છે તેવી માહિતી તેમને મળી હતી અને તે માહિતીના આધારે તેમણે ઘટના સ્થળે ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી.ત્રણ આરોપીઓએ ગેટ પરથી કૂદકો માર્યો અને કારખાનામાં પ્રવેશ્યા હતા.લૂંટ કરનાર રત્નકલાકરો દ્વારા ખર્ચો ભરવા માટે રૂપિયા ન હતા તેને લઈ લૂંટનો પ્લાન કર્યો હતો. સુરતમાં લાખો રત્નકલાકાર થયા છે બેકાર સુરત હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ છે.એટલી હદે મંદી ચાલી રહી છે કે વાલીઓને સ્કૂલની ફી ભરવાના ફાંફા પડી રહ્યાં છે,કેટલા વિદ્યાર્થી ઓને તો સ્કૂલ ફી ન ભરાતા સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા,ડાયમંડ વર્કર યુનિયને મોટા વેપારીઓને મંદીને પગલે મદદની કરી અપીલ કરી છે.36 જેટલા પરિવારના બાળકોને સ્કૂલ ફી માટે આર્થિક સહાય કરતા,પરિવારે ભીની આંખે સંસ્થાનો આભાર માન્યો છે.

Suratમા હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે 3 રત્નકલાકારોએ ચલાવી લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચપ્પુની અણીએ રૂ 80 હજારના હીરાની લૂંટ
  • 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન ઘડયો
  • ખર્ચો ભરવા માટે કર્યો હતો લૂંટનો પ્લાન

સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ છે,તેની વચ્ચે ત્રણ રત્નકલાકારો બેકાર થતા તેમણે હીરા બજારમા હીરાના કારીગરો સાથે લૂંટ ચલાવી છે.ત્રણ શખ્સોએ 2 કારીગરોને ધમકાવીને લૂંટ ચલાવી છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

હીરા બજારમાં લૂંટનો માહોલ

સુરતનું હીરા બજાર મંદીમા સપડાયુ છે તેની વચ્ચે રત્નકલાકારો બેકાર બન્યા છે.રત્નકલાકારો બેકાર થતા તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો અને હીરાની લૂંટ ચલાવી હતી,આ હીરા કોઈને વેચે તે પહેલા પોલીસે આરોપીઓને દબોચ્યા હતા.પોલીસની તપાસમા સામે આવ્યું છે કે,છેલ્લા 3 મહિનાથી આરોપીઓ બેકાર હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો અને રાત્રીના સમયે મોઢા પર રૂમાલ બાંધી આરોપીઓ ઓફીસમાં ઘૂસ્યા હતા અને લૂંટ કરી હતી.

ધાકધમકી આપી હીરા લઈ લીધા

ત્રણ રત્નકલાકરો સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો.છેલ્લા ત્રણ મહિનાથી કોઈ કામ નહી હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન તેમણે ઘડયો હતો.હીરા બજારમાં કારીગર પાસે હીરા છે તેવી માહિતી તેમને મળી હતી અને તે માહિતીના આધારે તેમણે ઘટના સ્થળે ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી.ત્રણ આરોપીઓએ ગેટ પરથી કૂદકો માર્યો અને કારખાનામાં પ્રવેશ્યા હતા.લૂંટ કરનાર રત્નકલાકરો દ્વારા ખર્ચો ભરવા માટે રૂપિયા ન હતા તેને લઈ લૂંટનો પ્લાન કર્યો હતો.

સુરતમાં લાખો રત્નકલાકાર થયા છે બેકાર

સુરત હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ છે.એટલી હદે મંદી ચાલી રહી છે કે વાલીઓને સ્કૂલની ફી ભરવાના ફાંફા પડી રહ્યાં છે,કેટલા વિદ્યાર્થી ઓને તો સ્કૂલ ફી ન ભરાતા સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા,ડાયમંડ વર્કર યુનિયને મોટા વેપારીઓને મંદીને પગલે મદદની કરી અપીલ કરી છે.36 જેટલા પરિવારના બાળકોને સ્કૂલ ફી માટે આર્થિક સહાય કરતા,પરિવારે ભીની આંખે સંસ્થાનો આભાર માન્યો છે.