Suratમા ડ્રગ્સ,ગાંજો અને દારૂ પાર્ટીમાં CID ક્રાઈમ ત્રાટકી, થાઈ ગર્લ પણ ઝડપાઈ

સુરતના મગદલ્લા વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર અને સુરતે સંયુકત દરોડા પાડયા હતા,એક સાથે દારૂ,ડ્રગ્સ અને છોકરીઓ ગાંજા સાથે મહેફિલ માણી રહી હતી અને તેમાં પોલીસે દરોડા કરતા ભાગદોડ મચી હતી,મોડીરાત્રે આ રેડ કરવામાં આવી હતી,અને જેમાં કુલ 14 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો,તમામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં પોલીસના દરોડા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને સુરત સીઆઈડી ક્રાઈમને માહિતી મળી હતી કે મગદલ્લા વિસ્તારમાં થાઈ ગર્લ અને અન્ય શખ્સો ભેગા મળીને દારૂ અને ગાંજાનું સેવન કરી રહ્યાં છે તે બાતમીના આધારે રેડ કરતા લોકો મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા,આ મહેફિલમાં દારૂની બોટલ અને ગાંજો પણ મળી આવ્યો છે.દેહ વ્યાપારની વાત પણ સામે આવી છે,ત્યારે આ પાર્ટી કોણે યોજી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હાલ પુરુષો અને સ્ત્રીઓને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા છે. 14 લોકો સામે નોંધાયો ગુનો સુરતના મગદલા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમી આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે.સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથધરી છે.એક મકાન રાખીને પાર્ટી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે,મકાન કોનું છે તેને લઈ પણ તપાસ કરાઈ છે. ડ્રગ્સની બાતમી મળી હતી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને બાતમી મળી હતી કે મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જેને લઈ પોલીસે દરોડા કર્યા,ત્યાં જઈને પોલીસ પણ ચૌંકી ઉઠી કેમકે ખાલી ડ્રગ્સ જ નહી પણ દારૂ પાર્ટી પણ ચાલતી હતી,ત્યારે પોલીસે તમામ લોકોની ત્યાં આગળ જ ધરપકડ કરી હતી,વધુમાં તપાસ કરતા સામે આવ્યું કે થાઈ ગર્લ પણ દારૂની મહેફિલમાં હતી.

Suratમા ડ્રગ્સ,ગાંજો અને દારૂ પાર્ટીમાં CID ક્રાઈમ ત્રાટકી, થાઈ ગર્લ પણ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના મગદલ્લા વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર અને સુરતે સંયુકત દરોડા પાડયા હતા,એક સાથે દારૂ,ડ્રગ્સ અને છોકરીઓ ગાંજા સાથે મહેફિલ માણી રહી હતી અને તેમાં પોલીસે દરોડા કરતા ભાગદોડ મચી હતી,મોડીરાત્રે આ રેડ કરવામાં આવી હતી,અને જેમાં કુલ 14 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો,તમામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સુરતના મગદલ્લા વિસ્તારમાં પોલીસના દરોડા

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને સુરત સીઆઈડી ક્રાઈમને માહિતી મળી હતી કે મગદલ્લા વિસ્તારમાં થાઈ ગર્લ અને અન્ય શખ્સો ભેગા મળીને દારૂ અને ગાંજાનું સેવન કરી રહ્યાં છે તે બાતમીના આધારે રેડ કરતા લોકો મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા,આ મહેફિલમાં દારૂની બોટલ અને ગાંજો પણ મળી આવ્યો છે.દેહ વ્યાપારની વાત પણ સામે આવી છે,ત્યારે આ પાર્ટી કોણે યોજી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હાલ પુરુષો અને સ્ત્રીઓને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા છે.


14 લોકો સામે નોંધાયો ગુનો

સુરતના મગદલા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમી આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે.સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથધરી છે.એક મકાન રાખીને પાર્ટી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે,મકાન કોનું છે તેને લઈ પણ તપાસ કરાઈ છે.

ડ્રગ્સની બાતમી મળી હતી

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને બાતમી મળી હતી કે મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જેને લઈ પોલીસે દરોડા કર્યા,ત્યાં જઈને પોલીસ પણ ચૌંકી ઉઠી કેમકે ખાલી ડ્રગ્સ જ નહી પણ દારૂ પાર્ટી પણ ચાલતી હતી,ત્યારે પોલીસે તમામ લોકોની ત્યાં આગળ જ ધરપકડ કરી હતી,વધુમાં તપાસ કરતા સામે આવ્યું કે થાઈ ગર્લ પણ દારૂની મહેફિલમાં હતી.