Ahmedabadના રામોલમાં લુખ્ખા તત્વોએ કરી મારામારી, CCTV થયા વાયરલ

અમદાવાદમાં ફરી એક વખત મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના રામોલમાં મારામારીના CCTV સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લુખ્ખાતત્વો હથિયારો વડે હુમલો કરતા વીડિયોમાં જોઈ શકાય છે.પાસા ગેંગના આ સભ્યો મારામારી કરી રહ્યા હોવાની ચર્ચા હથિયારો સાથે હુમલો કરતાં શખ્સોનો વીડિયો હાલમાં વાયરલ થયો છે અને આ અંગે રામોલ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પાસા ગેંગના આ સભ્યો મારામારી કરી રહ્યા હોવાની લોક ચર્ચા હાલમાં થઈ રહી છે. જો કે આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માધુપુરામાં અસામાજિક તત્વો ગાડીમાં આગ લગાડી થયા ફરારબીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો આતંક પણ સતત વધી રહ્યો હોય તેવી લાગી રહ્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાં એક ફ્લેટની બહાર કારમાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. વાટીકા ફ્લેટની બહાર પાર્ક કરેલી કારમાં કેટલાક અસામાજિક તત્વોએ આગ લગાડી હતી. કારમાં આગ લગાડીને આ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના મામલે માધુપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા 15 ઓક્ટોબરે પણ શહેરના અમરાઈવાડી વિસ્તારની એક સોસાયટીમાં મારામારીની ઘટનાના વીડિય સામે આવ્યા હતા. સામાન્ય બાબતે થયેલી તકરારમાં મારામારી થઈ હતી. મહિલાઓ અને પુરુષોએ એકબીજા પર લાકડી અને પાઈપોથી હુમલો કર્યો હતો. અદાવત રાખીને કરવામાં આવ્યો હતો હુમલો નવરાત્રિના દિવસે ગરબા રમતા રસ્તો બંધ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેને લઈને જિગ્નેશ વર્માને વાહન લઈ જવા ન દેવાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. ટોળાએ જિગ્નેશ વર્માના ઘરે જઈને હુમલો કર્યો હતો અને જિગ્નેશ વર્માને લોખંડની પાઈપ મારીને હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે આ મામલે અમરાઈવાડી પોલીસે મહિલાઓ સહિત 13 લોકો વિરુદ્ધ રાયોટિંગ, મારામારી અને ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

Ahmedabadના રામોલમાં લુખ્ખા તત્વોએ કરી મારામારી, CCTV થયા વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી એક વખત મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના રામોલમાં મારામારીના CCTV સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લુખ્ખાતત્વો હથિયારો વડે હુમલો કરતા વીડિયોમાં જોઈ શકાય છે.

પાસા ગેંગના આ સભ્યો મારામારી કરી રહ્યા હોવાની ચર્ચા

હથિયારો સાથે હુમલો કરતાં શખ્સોનો વીડિયો હાલમાં વાયરલ થયો છે અને આ અંગે રામોલ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પાસા ગેંગના આ સભ્યો મારામારી કરી રહ્યા હોવાની લોક ચર્ચા હાલમાં થઈ રહી છે. જો કે આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

માધુપુરામાં અસામાજિક તત્વો ગાડીમાં આગ લગાડી થયા ફરાર

બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો આતંક પણ સતત વધી રહ્યો હોય તેવી લાગી રહ્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાં એક ફ્લેટની બહાર કારમાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. વાટીકા ફ્લેટની બહાર પાર્ક કરેલી કારમાં કેટલાક અસામાજિક તત્વોએ આગ લગાડી હતી. કારમાં આગ લગાડીને આ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના મામલે માધુપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા 15 ઓક્ટોબરે પણ શહેરના અમરાઈવાડી વિસ્તારની એક સોસાયટીમાં મારામારીની ઘટનાના વીડિય સામે આવ્યા હતા. સામાન્ય બાબતે થયેલી તકરારમાં મારામારી થઈ હતી. મહિલાઓ અને પુરુષોએ એકબીજા પર લાકડી અને પાઈપોથી હુમલો કર્યો હતો.

અદાવત રાખીને કરવામાં આવ્યો હતો હુમલો

નવરાત્રિના દિવસે ગરબા રમતા રસ્તો બંધ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેને લઈને જિગ્નેશ વર્માને વાહન લઈ જવા ન દેવાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. ટોળાએ જિગ્નેશ વર્માના ઘરે જઈને હુમલો કર્યો હતો અને જિગ્નેશ વર્માને લોખંડની પાઈપ મારીને હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે આ મામલે અમરાઈવાડી પોલીસે મહિલાઓ સહિત 13 લોકો વિરુદ્ધ રાયોટિંગ, મારામારી અને ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.