Suratમાં 6 વર્ષની દીકરી પર આધેડે આચર્યુ દુષ્કર્મ, નરાધમ આરોપી થયો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. નજીકમાં રહેતા 45 વર્ષીય જય મંગલ પાસવાને હેવાનિયત આચરી છે. પાડોશમાં રહેતા આ નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યુ અને તેને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. બાળકીએ આ તમામ વાત પોતાના કાકાને કહેતા પાડોશમાં રહેતા નરાધમની સમગ્ર હકીકત બહાર આવી છે.
પોલીસે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી
તમને જણાવી દઈએ કે હાલમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે નરાધમ આરોપી હાલમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. 45 વર્ષીય જયમંગલ પાસવાન વિરૂદ્ધ શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે ઈચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને નરાધમ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં સગીર દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું
2 દિવસ પહેલા જ અમદાવાદના ઓઢવમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સાવકા પિતાના ઘરે વેકેશન મનાવવા આવેલી સગીર પુત્રી સાથે પિતાએ છેડતી અને દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં હોસ્ટેલમાં રહેતી સગીરા વેકેશન કરવા ઘરે આવી હતી. આ અંગે ઓઢવ પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. ઓઢવમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ચાર દીકરામાંથી ત્રણ દીકરાનું અવસાન નીપજ્યું છે. વૃદ્ધા એક દીકરા સાથે રહે છે. આજથી ચૌદ વર્ષ પહેલા દિકરાએ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે સમયે યુવતી તેની એક વર્ષની દીકરીને લઈને સાસરીમાં રહેવા આવી હતી.
ત્યારબાદ આરોપીની પત્નીએ એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો. જેમાં બે વર્ષ અગાઉ પત્નીનું પણ મોત નીપજતા વૃદ્ધ માતાએ તેના દીકરાની સાવકી દીકરી અને પૌત્રીને આશ્રમ શાળામાં ભણવામાં માટે મોકલી દીધી હતી. ગત 22 મેના રોજ વૃદ્ધ મહિલા મરણ પ્રસંગમાં જઈને તેઓ નડિયાદથી ઓઢવ ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર પાડોશીની ભીડ ઉમેટેલી હતી. વૃદ્ધાએ ઘરમાં જઈને બંને દીકરીઓને પૂછયું તો સાવકી પૌત્રીએ રડતા રડતા જણાવ્યું કે તેના પિતાએ રૂમમાં બંધ કરીને છેડતી અને દુષ્કર્મ આચર્યુ છે.
What's Your Reaction?






