Suratમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ, SOGએ કરી વધુ 5 આરોપીની ધરપકડ

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં SOGએ  વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી અમદાવાદથી, 2 સુરતથી ઝડપાયા છે. HM આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મિતેષ ઠક્કરની પણ ધરપકડ કરાઇ છે.મળતી માહિતી મુજબ, સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ મામલો SOG પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 આરોપીની અમદાવાદ થી અને 2 આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સેટેલાઇટ HM અગડિયા પેઢીના સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. મિતેષ ઠક્કરની ધરપકડ કરાઈ છે. તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા USDT માં કન્વર્ટ કરી વિદેશ માં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન,દુબઇ,બાંગ્લાદેશ,ચાઈના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. મહેશ દેસાઈ નામ નો માસ્ટર માઈન્ડ હજી પણ પોલીસ પકડ થી દૂર છે. 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.શું હતો સમગ્ર મામલો?સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી 27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. આ સાથે વધુ ખુલાસો થયો છે કે, સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડ મામલે SOG પોલીસે અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇ માં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.

Suratમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ, SOGએ કરી વધુ 5 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં SOGએ  વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી અમદાવાદથી, 2 સુરતથી ઝડપાયા છે. HM આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મિતેષ ઠક્કરની પણ ધરપકડ કરાઇ છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ મામલો SOG પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 આરોપીની અમદાવાદ થી અને 2 આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સેટેલાઇટ HM અગડિયા પેઢીના સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. મિતેષ ઠક્કરની ધરપકડ કરાઈ છે. તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા USDT માં કન્વર્ટ કરી વિદેશ માં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન,દુબઇ,બાંગ્લાદેશ,ચાઈના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. મહેશ દેસાઈ નામ નો માસ્ટર માઈન્ડ હજી પણ પોલીસ પકડ થી દૂર છે. 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી 27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. આ સાથે વધુ ખુલાસો થયો છે કે, સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડ મામલે SOG પોલીસે અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇ માં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.