Suratમાં સબ-રજિસ્ટ્રારની કચેરીમાં જ સરકારી બાબુ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં એસીબી દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર (વર્ગ-3), સબ-રજિસ્ટ્રાર સુરત-8, અડાજણની કચેરીમાંથી રૂ.2,50,000ની લાંચ સ્વીકારતા પકડાયા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACB દ્વારા આ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદીના અસીલે ખેતીની જમીન ખરીદવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરી અડાજણ ખાતે નિયમોનુસાર ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી.
મહેશ પરમાર 2.50 લાખની લાંચ લેતા ઝડપાયો
આ દસ્તાવેજનો અન્ય કોઈ વાંધો ન કાઢીને ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના બદલામાં આરોપી સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર પરમારે રૂ.3,00,000/-ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે તા. 04/10/2025ના રોજ સુરત ગ્રામ્ય ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને સ્ટાફ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમીનના દસ્તાવેજમાં વાંધો ન કાઢવા માંગી લાંચ
છટકા દરમિયાન ફરિયાદી આરોપી મહેશકુમાર પરમારને મળ્યા ત્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને રૂ.2,50,000/-ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની સ્વીકારેલી રકમ પણ સ્થળ પરથી રીકવર કરવામાં આવી છે. ACBના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવ્યું છે. સરકારી કચેરીમાં જ લાંચ લેતા અધિકારી ઝડપાતા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વધુ વેગ મળ્યો છે.
What's Your Reaction?






