Suratમાં વ્યાજખોરોની હવા થઈ ટાઈટ,પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ નોંધ્યા ગુના

વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસનો એક્શન પ્લાન માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમર સીંગ હંજરા સામે પોલીસ ફરિયાદ માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ઓફિસે કર્યું પોલીસે સર્ચ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટર ખાતે શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન-4ના અઠવાલાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં વ્યાજખોરો સામે અનેક ગુનાઓ નોંધાયા છેલ્લા 5 દિવસમાં જરૂરિયાતમંદ મજબૂર લોકોને વ્યાજે ગેરકાયદે નાણાં આપ્યા પછી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસને 32 અરજીઓ મળી હતી, જેમાંથી પોલીસે તપાસ હાથ ધરીને 18 ગુના દાખલ કર્યા હતા. આ પૈકી પાંડેસરામાં-6, ખટોદરામાં-5, અઠવામાં-5, ઉમરા અને અલથાણમાં એક-એક ગુના દાખલ થયા છે. બે સગા ભાઈ બહેનની કરાઈ ધરપકડ સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી છે. અઠવા વિસ્તારમાં ગેરકાયદે રૂપિયા વ્યાજે આપીને બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી છે.જ્યોતિ ઠક્કર અને જીગર સાંદરાણી પર વ્યાજખોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બંને આરોપીઓને પોલીસની કસ્ટીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ જ્યોતિ અને જીગર ભાઈ બહેન છે જે ઊંચા વ્યાજ પર નાણાં ધીરધારનું કામ કરતા હતા. પોલીસે અરજીના આધારે નોંધ્યા ગુના આ ઉપરાંત લાલગેટમાં-3, ઉધનામાં-2, અડાજણમાં-2, સલાબતપુરામાં-2, પાલમાં-2 અને ડિંડોલી, ભેસ્તાન, મહિધરપુરા અને ગોડાદરા પોલીસ મથકમાં એક-એક અરજદાર મળી 15 જણાની વાત સાંભળી પોલીસે તપાસ શરૂ કરી છે. લોકદરબારના કાર્યક્રમમાં 100થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાજખોરોના વિવિધ ત્રાસ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી.

Suratમાં વ્યાજખોરોની હવા થઈ ટાઈટ,પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ નોંધ્યા ગુના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસનો એક્શન પ્લાન
  • માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમર સીંગ હંજરા સામે પોલીસ ફરિયાદ
  • માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ઓફિસે કર્યું પોલીસે સર્ચ

પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટર ખાતે શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન-4ના અઠવાલાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સુરતમાં વ્યાજખોરો સામે અનેક ગુનાઓ નોંધાયા

છેલ્લા 5 દિવસમાં જરૂરિયાતમંદ મજબૂર લોકોને વ્યાજે ગેરકાયદે નાણાં આપ્યા પછી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસને 32 અરજીઓ મળી હતી, જેમાંથી પોલીસે તપાસ હાથ ધરીને 18 ગુના દાખલ કર્યા હતા. આ પૈકી પાંડેસરામાં-6, ખટોદરામાં-5, અઠવામાં-5, ઉમરા અને અલથાણમાં એક-એક ગુના દાખલ થયા છે.

બે સગા ભાઈ બહેનની કરાઈ ધરપકડ

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી છે. અઠવા વિસ્તારમાં ગેરકાયદે રૂપિયા વ્યાજે આપીને બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી છે.જ્યોતિ ઠક્કર અને જીગર સાંદરાણી પર વ્યાજખોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બંને આરોપીઓને પોલીસની કસ્ટીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ જ્યોતિ અને જીગર ભાઈ બહેન છે જે ઊંચા વ્યાજ પર નાણાં ધીરધારનું કામ કરતા હતા.

પોલીસે અરજીના આધારે નોંધ્યા ગુના

આ ઉપરાંત લાલગેટમાં-3, ઉધનામાં-2, અડાજણમાં-2, સલાબતપુરામાં-2, પાલમાં-2 અને ડિંડોલી, ભેસ્તાન, મહિધરપુરા અને ગોડાદરા પોલીસ મથકમાં એક-એક અરજદાર મળી 15 જણાની વાત સાંભળી પોલીસે તપાસ શરૂ કરી છે. લોકદરબારના કાર્યક્રમમાં 100થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાજખોરોના વિવિધ ત્રાસ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી.