Suratમાં લગ્નના વરઘોડામાં 3 રાઉન્ડ ફાયરિંગ થતા 2 લોકો થયા ઈજાગ્રસ્ત
સુરતમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે,બે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,સુરતના ડિંડોલીમાં આ ઘટના બનતા પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે આ કેસમાં આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે. ડિંડોલીમાં ફાયરિંગમાં 2 લોકોને વાગી ગોળી લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી,બંદૂકમાંથી મિસ ફાયર થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બન્ને લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કેક શોપના માલિક ઉમેશ તિવારીએ આ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે.લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ છે તો ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે,આરોપીની પોલીસે પૂછપરછ કરી છે અને બંદૂકના લાયસન્સ સહિતની વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં મોત થતા રહી ગયું લગ્નમાં ખુશ થઈને આરોપીએ હવામાં ફાયરિંગ કર્યુ પરંતુ હાથનું બેલેન્સ ખસી જતા તે મિસ ફાયર થયું હોવાની વાત સામે આવી છે,પોલીસ આ મામલે આરોપીનું લાયસન્સ રદ કરે છે કે નહી તે જોવાનું રહ્યું,જો ફાયરિંગમાં કોઈનું મોત થયું હોત તો લગ્ન પ્રસંગમાં શું હાલત થાય તે તમે પણ વિચારી શકો છે.તમે જયારે પણ આવી રીતે ફાયરિંગ કરો ત્યારે એકવાર અવશ્ય ધ્યાન રાખો કે આસપાસ કોઈ ઉભુ હોય તો દૂર જઈને ફાયરિંગ કરો જેના કારણે આવી ઘટનાઓ ના બને અને કોઈનો જીવ કે ઈજાગ્રસ્ત ના થવાય. 28 નવેમ્બરે પણ બની ફાયરિંગની ઘટના ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઇરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં છ પૈકીના ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં ફાઇનાન્સર પાસે મુખ્ય આરોપી દ્વારા અગાઉ વ્યાજ પેટે રૂપિયા લેવામાં આવ્યા હતા. જે બાદ ફરી વ્યાજે રૂપિયા માંગતા ફાઇનાન્સરે આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી આરોપીઓએ એક જૂથ થઈ ફાઇનાન્સની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે,બે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,સુરતના ડિંડોલીમાં આ ઘટના બનતા પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે આ કેસમાં આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે.
ડિંડોલીમાં ફાયરિંગમાં 2 લોકોને વાગી ગોળી
લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી,બંદૂકમાંથી મિસ ફાયર થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બન્ને લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કેક શોપના માલિક ઉમેશ તિવારીએ આ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે.લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ છે તો ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે,આરોપીની પોલીસે પૂછપરછ કરી છે અને બંદૂકના લાયસન્સ સહિતની વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયરિંગમાં મોત થતા રહી ગયું
લગ્નમાં ખુશ થઈને આરોપીએ હવામાં ફાયરિંગ કર્યુ પરંતુ હાથનું બેલેન્સ ખસી જતા તે મિસ ફાયર થયું હોવાની વાત સામે આવી છે,પોલીસ આ મામલે આરોપીનું લાયસન્સ રદ કરે છે કે નહી તે જોવાનું રહ્યું,જો ફાયરિંગમાં કોઈનું મોત થયું હોત તો લગ્ન પ્રસંગમાં શું હાલત થાય તે તમે પણ વિચારી શકો છે.તમે જયારે પણ આવી રીતે ફાયરિંગ કરો ત્યારે એકવાર અવશ્ય ધ્યાન રાખો કે આસપાસ કોઈ ઉભુ હોય તો દૂર જઈને ફાયરિંગ કરો જેના કારણે આવી ઘટનાઓ ના બને અને કોઈનો જીવ કે ઈજાગ્રસ્ત ના થવાય.
28 નવેમ્બરે પણ બની ફાયરિંગની ઘટના
ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઇરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં છ પૈકીના ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં ફાઇનાન્સર પાસે મુખ્ય આરોપી દ્વારા અગાઉ વ્યાજ પેટે રૂપિયા લેવામાં આવ્યા હતા. જે બાદ ફરી વ્યાજે રૂપિયા માંગતા ફાઇનાન્સરે આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી આરોપીઓએ એક જૂથ થઈ ફાઇનાન્સની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.