Suratમાં માસૂમ કેદારના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, પાલિકાએ હાથધરી ચકાસણીની કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં માસૂમ બાળક કેદારના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી હાથ ધરી. પાલિકા દ્વારા શહેરમાં ગટરના ઢાંકણા અને ડ્રેનેજ લાઈનને લઈને ચકાસણીના આદેશ કરાયા. પાલિકાએ કામગીરી હાથ ધરતાં તમામ ઝોનમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપ્યા. કતારગામમાં બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી મોત થયા બાદ હોબાળો મચતા પાલિકાએ ચકાસણની કામગીરી હાથ ધરી. એક જ દિવસની અંદર 16 ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપ્યા.
બાળકનું થયું મોત
શહેરમાં સુમન-સાધના આવાસમાં રહેતો કેદાર નામનો બાળક માતા સાથે ફરવા ગયો હતો. દરમ્યાન આઈસક્રીમ ખાવા માતાનો હાથ છોડી દોટ મૂટતા બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું. માતાએ બહુ શોધખોળ કરી છતાં બાળકની ભાળ ના મળતાં પરીવારજનો પણ ભેગા થયા. મામલો વધુ ગંભીર બનતા પોલીસ અને ફાયરબ્રિગેડની મદદ લેવાઈ. ફાયર બ્રિગેડે ખુલ્લી ગટરમાં કેમેરાની મદદથી અંદર ડ્રેનેજ લાઈનમાં તપાસ કરી. છતાં પણ બાળકની કોઈ ખબરના મળતા આખરે NDRFની ટીમ બોલાવવામાં આવી અને 20 કલાક બાદ પરીવારને બાળકનો મૃતદેહ મળ્યો.
જવાબદારો સામે કાર્યવાહી
કતારગામની ખુલ્લી ગટરમાં પડવાથી બાળકનું મોત થતાં પરીવારમાં આક્રોશ જોવા મળ્યો.પરીવારે જવાબદારો સામે પગલાં ના લેવાય ત્યાં સુધી બાળકનો મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે મહાનગર પાલિકા દ્વારા પરિવારને આશ્વાસન આપતાં માસૂમ બાળકના મોતને લઈને 4 અધિકારીઓને નોટિસ ફટકારતા ખુલાસો માંગ્યો હતો. મનપાએ આ ઝોનના સુપરવાઈઝર, કાર્યપાલક ઇજનેર, જુનિયર ઇજનેર સહિત ડેપ્યુટી ઇજનેરને નોટિસ પાઠવી સાત દિવસમાં પોતાના જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. રાંદેર ઝોનના ચારે અધિકારીના જવાબ બાદ હવે રિપોર્ટ પર મદાર.
ગેરકાયદે જોડાણ કાપ્યા
અધિકારીઓને સાણસામાં લીધા બાદ તંત્ર દ્વારા શહેરમાં ગટર અને ડ્રેનેજ લાઈનને અભિયાન હાથ ધરાયું. બાળકના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી હાથ ધરતાં એકસાથે 16 ગેરકાયદે જોડાણ કાપ્યા. કામગીરી હજુ ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં ચકાસણી દરમ્યાન ગેરકાયદે જોડાણ થયાનું સામે આવતા જોડાણ કાપવામાં આવશે.
What's Your Reaction?






