Suratમાં બેફામ દોડતા ભારે વાહન પર ગતિ નિયંત્રણ કરાઈ : અનુપમસિંહ ગેહલોત
સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સીટી બસના ડ્રાઇવર બેફામ ચલાવતા હોવાની ફરિયાદના આધારે અલગ અલગ રૂટ પર બુધવારે સવારથી મદદનીશ પોલીસ કમિશનરો રસ્તા પર ઉતર્યા સાથે કોર્ટ વિસ્તારમાં ગણપતિનું ગાડલું વાહન ચાલક માટે અડચણરૂપ હોય એવા ને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અકસ્માત બાદ પોલીસ સતર્ક સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર એક તેર વર્ષીય વિદ્યાર્થીને ડમ્પરના ચાલકે અડફેટમાં લીધા બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસે પ્રતિબંધના સમયે શહેરમાં પ્રવેશતા ભારે વાહન ચાલક વિરોધ ચારે ચાર રિજિયાન અધિકારીઓએ ઉતરી ગયા છે અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે મહાનગરપાલિકાની સીટી બસોને પણ બુધવારે સવારથી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે શહેરમાં ભારે વાહનોની સ્પીડ 40 km ની ઝડપે રાખવામાં આવી છે જેથી કરીને પ્રાપ્ત થઈ શકે જેને લઇને છેલ્લા બે દિવસથી લક્ઝરી બસ અને ડમ્પર ચાલક વિરુદ્ધ અભિયાન શરૂ કરી દેતા 120 થી વધુ લોકોને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઓવર સ્પીડને લઈ કાર્યવાહી સુરત શહેરના પાલ ગૌરવ પથ રોડ પર 13 વર્ષીય વિદ્યાર્થી ઘરે જતી વખતે ચાર રસ્તા પર ડમ્પર ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગંભીરતાથી લઈને ટ્રાફિક જોઈન્ટ કમિશનર ચૌધરી તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાથે પરામર્શ કરીને શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેના આધારે છેલ્લા બે દિવસથી સવારથી જ મદદનીશ પોલીસ કમિશનર ચારે ચાર રિજીયાન અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે અલગ અલગ શહેરના માર્ગો પર ઉતરી ગયા હતા અને ઓવર સ્પીડ સાથે ભારે વાહનોને કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. ગતિ મર્યાદા નક્કી કરાઈ જેમાં લક્ઝરી બસ તેમજ ડમ્પર ચાલક તેમજ પાણીના ટેન્કર ચાલકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને 120 થી વધુ ભારે વાહન ચાલક પર કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે પાંચથી વધુ નાશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું તેની સાથે સાથે શહેરમાં આવે ભારે વાહનો 40 km ની ઝડપે જ દોડાવી શકશે એનાથી વધુ સ્પીડ હશે તો તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ પોલીસ કમિશનર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે અને સુરત શહેરના અલગ અલગ રસ્તાઓ પર ભારે વાહન ને એનઓસી સાથે પરવાનગી આપવામાં આવશે ત્યારે સુરતના મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ દ્વારા બેફામ ચલાવતી હોવાની વ્યાપક મળેલી ફરિયાદના આધારે બુધવારે સવારથી જ અલગ અલગ રૂટ પર પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દંડનીય કાર્યવાહી કરાઈ જેમાં ઓવર સ્પીડ તેમજ ડ્રાઇવર દ્વારા યોગ્ય યુનિફોર્મ સીટ બેલ્ટ અન્યો નિયમ પાલન નહીં કરના ચાલક વિરુદ્ધ ચલન સાથે દંડ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સંદર્ભે મદદનીશ પોલીસ કમિશનર ટંડેલ, વી ગામીત, શેખ, અને પરમાર પોતાના તમામ સ્ટાફને અલગ-અલગ રૂટ પર ઉભા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને શહેરમાં નાના મોટા અકસ્માત અટકાવવાની સાથે વારંવાર મહાનગરપાલિકા સંચાલિત સીટી બસની ઓવર સ્પીડ ચલાવતા ડ્રાઇવર વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને આ બાબતે વધુ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં આવે નાના મોટા અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક પોલીસ કોઈપણ શરમ રાખશે નહીં અને કાયદાનું પાલન કરાવશે. કાયદાનું કરાવાશે ભાન જે વ્યક્તિ નિયમ તોડશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને ટ્રાફિક નિયમ તોડવાનો ડર તમામને હોવો જોઈએ અને જેથી કરીને વાહન નિયમિત અને મર્યાદિત ગતિમાં ચલાવે શકે જેથી કરીને નાના મોટા અકસ્માત માંથી શહેરીજોનોને ઉગારી શકે એ અમારી હવે પ્રાથમિકતા રહેશે સાથે સાથે શહેરના કોટ વિસ્તારમાં કેટલી જગ્યાઓ પર જાહેર માર્ગ પર ગણપતિ વિસર્જનમાં વપરાતા ગાળલું લઈને વારંવાર ફરિયાદો મળે છે જેના કારણે જાહેર રસ્તા પર ગાડલા ઉભા હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -