Suratમાં પ્રોફેસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બને તે પહેલા પુત્રએ પિતાને બચાવ્યા

સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો તાઇવાનથી મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ નિકળ્યું હોવાનું પ્રોફેસરને કહ્યું ડિજિટલ એરેસ્ટ કરી પ્રોફેસરને 26 કલાક બંધક બનાવ્યા દેશભરમાં હાલમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે જેમાં પ્રોફેસરને ફોન કરીને 26 કલાક ઘરમાં બંધક બનાવવામા આવ્યા હતા.તાઇવાનથી મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ નિકળ્યું કહી પ્રોફેસરને મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવતું હતુ,અને આ સમગ્ર ઘટનાની વાત પ્રોફેસરે તેમના પુત્રને જણાવી,તો પુત્રએ વીડિયો કોલ ચાલુ રાખીને સાયબર ક્રાઈમની ઓફીસે પહોંચી પોલીસને સમગ્ર ઘટનાની કરી જાણ. પ્રોફેસરને કોલેજ,ઘર અને હોટલમાં 26 કલાક બંધક બનાવ્યા સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો. સુરતમાં અગાઉ એક મહિલા સાથે આવો બનવા બન્યો હતો ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. આ બાબતો ધ્યાનમાં રાખો સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.  

Suratમાં પ્રોફેસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બને તે પહેલા પુત્રએ પિતાને બચાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો
  • તાઇવાનથી મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ નિકળ્યું હોવાનું પ્રોફેસરને કહ્યું
  • ડિજિટલ એરેસ્ટ કરી પ્રોફેસરને 26 કલાક બંધક બનાવ્યા

દેશભરમાં હાલમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે જેમાં પ્રોફેસરને ફોન કરીને 26 કલાક ઘરમાં બંધક બનાવવામા આવ્યા હતા.તાઇવાનથી મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ નિકળ્યું કહી પ્રોફેસરને મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવતું હતુ,અને આ સમગ્ર ઘટનાની વાત પ્રોફેસરે તેમના પુત્રને જણાવી,તો પુત્રએ વીડિયો કોલ ચાલુ રાખીને સાયબર ક્રાઈમની ઓફીસે પહોંચી પોલીસને સમગ્ર ઘટનાની કરી જાણ.

પ્રોફેસરને કોલેજ,ઘર અને હોટલમાં 26 કલાક બંધક બનાવ્યા

સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો.

સુરતમાં અગાઉ એક મહિલા સાથે આવો બનવા બન્યો હતો

ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.