Suratમાં ઠગાઈ નો મોટો ખુલાસો: મંદિરો-ગુરુદ્વારામાં ધાર્મિક નાટક કરી કરોડોનું સટ્ટાકીય રોકાણ કરાવનાર ઠગ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયેલા એક આંતરરાજ્ય રીઢા ઠગને ડુમસ પોલીસે પંજાબના અમૃતસરથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીની ઓળખ રીપૂ સુદાન ઉર્ફે રીપ્સા ખીચી તરીકે થઈ છે. આરોપીએ ફરિયાદીને રોકાણથી મોટી કમાણી થશે તેવી લાલચો આપીને તેમની પાસેથી રૂ. 28,13,500 પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપી મોબાઈલ બંધ કરીને સંપર્ક વિહોણો થઈ ગયો હતો, જે અંગે ડુમસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ધાર્મિક દેખાવ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો આશરો
આરોપી મંદિરો અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોએ જઈને મોંઘી લક્ઝુરિયસ કારો અને કાફે હોવાના ખોટા અહંકાર તેમજ ધાર્મિક વ્યક્તિ હોવાનો દેખાવ કરતો હતો. પોતાને ખૂબ જ અમીર દર્શાવીને તે લોકોને વિશ્વાસમાં લેતો અને ત્યારબાદ શેરબજાર તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણના નામે લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. જ્યારે રોકાણકારો પોતાના નાણાં પરત માગતા ત્યારે તે અવનવા બહાના બતાવી ઊલટાના વધુ નાણાં કઢાવતો હતો. એટલું જ નહીં, જો કોઈ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગતો હતો.
અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની આશંકા
ઝડપાયેલો આરોપી માત્ર ગુજરાત પૂરતો સીમિત ન હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તે ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મુંબઈ અને બેંગલોર જેવા દેશના મુખ્ય શહેરો અને રાજ્યોમાં પણ આ જ પ્રકારે લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો હોવાની આશંકા છે. હાલ ડુમસ પોલીસે આરોપીને સુરત લાવીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેણે અન્ય કેટલા લોકોને આ રીતે ઠગ્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

