Suratમાં ગોલ્ડ પાઉડરની ચોરીના કેસમાં 4 લોકોની ધરપકડ

સુરતમાં થોડા દિવસ પહેલા કરોડો રૂપિયાના ગોલ્ડ પાઉડરની ચોરીની ઘટના સામે આવી હતી, આ ઘટના બન્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો અને આખરે આજે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી લીધી છે.તસ્કરોએ ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાં કરી હતી ચોરી તમને જણાવી દઈએ કે સુરતના ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાંથી આ આરોપીઓએ ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. અંદાજે દોઢ કરોડ રૂપિયાના ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. બોઈલરમાંથી ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના બાબતે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તસ્કરો રાત્રિના સમયે ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા અને એકજોસ્ટ ફેનની બારીમાંથી ફેક્ટરીમાં પ્રવેશ કરીને બોઈલરમાં રહેલા ગોલ્ડ પાવડરની ચોરી કરી હતી. બોઈલરમાંથી ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી ઉલ્લેખનીય છે કે બોઈલરમાં એસિડમાં ડુબાડેલા ગોલ્ડ પાઉડરની ચોરી આ તસ્કરો કરી ગયા હતા. ત્યારે શહેરમાં થયેલી કરોડો રૂપિયાના ગોલ્ડ પાવડરની ચોરીના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આ તસ્કરોએ ચતુરાઈપૂર્વક જ ફેકટરીમાં ઘુસીને તરત જ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને આ દરમિયાન 3 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે પોલીસે આ મામલે સતત તપાસ આદરીને આખરે આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં ચોરી કરનારની ધરપકડ દિવાળી પહેલા જ અમદાવાદના માણેકચોકમાં જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુકાનમાં કામ કરતા વ્યક્તિએ જ ચોરી કરી હતી. ત્યારે આ મામલે ક્રાઈમબ્રાન્ચે આરોપી સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપી સહિત વોન્ટેડ આરોપી શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવતી ભેગા મળીને માણેકચોકની શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન પાછળ બાથરૂમની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને સોનાની લગડી અને રોકડ મળી કૂલ 52 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓએ પાસેથી ચોરેલી સોનાની 6 લગડી અને રોકડ રકમ સહિત કુલ 48.78 લાખનો મુદ્દામાલ રિક્વર કર્યો હતો. 

Suratમાં ગોલ્ડ પાઉડરની ચોરીના કેસમાં 4 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં થોડા દિવસ પહેલા કરોડો રૂપિયાના ગોલ્ડ પાઉડરની ચોરીની ઘટના સામે આવી હતી, આ ઘટના બન્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો અને આખરે આજે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી લીધી છે.

તસ્કરોએ ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાં કરી હતી ચોરી

તમને જણાવી દઈએ કે સુરતના ગોટાલાવાડી વિસ્તારની ફેક્ટરીમાંથી આ આરોપીઓએ ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. અંદાજે દોઢ કરોડ રૂપિયાના ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. બોઈલરમાંથી ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના બાબતે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તસ્કરો રાત્રિના સમયે ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા અને એકજોસ્ટ ફેનની બારીમાંથી ફેક્ટરીમાં પ્રવેશ કરીને બોઈલરમાં રહેલા ગોલ્ડ પાવડરની ચોરી કરી હતી.

બોઈલરમાંથી ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી

ઉલ્લેખનીય છે કે બોઈલરમાં એસિડમાં ડુબાડેલા ગોલ્ડ પાઉડરની ચોરી આ તસ્કરો કરી ગયા હતા. ત્યારે શહેરમાં થયેલી કરોડો રૂપિયાના ગોલ્ડ પાવડરની ચોરીના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આ તસ્કરોએ ચતુરાઈપૂર્વક જ ફેકટરીમાં ઘુસીને તરત જ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને આ દરમિયાન 3 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે પોલીસે આ મામલે સતત તપાસ આદરીને આખરે આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં ચોરી કરનારની ધરપકડ

દિવાળી પહેલા જ અમદાવાદના માણેકચોકમાં જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુકાનમાં કામ કરતા વ્યક્તિએ જ ચોરી કરી હતી. ત્યારે આ મામલે ક્રાઈમબ્રાન્ચે આરોપી સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપી સહિત વોન્ટેડ આરોપી શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવતી ભેગા મળીને માણેકચોકની શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન પાછળ બાથરૂમની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને સોનાની લગડી અને રોકડ મળી કૂલ 52 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓએ પાસેથી ચોરેલી સોનાની 6 લગડી અને રોકડ રકમ સહિત કુલ 48.78 લાખનો મુદ્દામાલ રિક્વર કર્યો હતો.