Suratમાં આર્જવ હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થશે ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં વધુ એક વખત હોસ્પિટલની બેદરકારીની ઘટના સામે આવી છે. શહેરમાં આર્જવ હોસ્પિટલમાં મહિલા સારવાર માટે દાખલ થઈ હતી. દરમિયાન અચાનક મહિલાની તબિયત લથડી અને હોસ્પિટલમાં જ મૃત્યુ પામી. મહિલાના મોતને લઈને પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યો. પરિવારજનોનુ કહેવું છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું. પરિવારજનોએ આ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત
રાજ્યમાં દર્દીએ તબિયત વધુ ગંભીર બનતા હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે. હોસ્પિટલમાં આધુનિક સુવિધા અને ડોક્ટરની તરત સારવાર મળતી હોવાથી બીમારી પર નિયંત્રણ થઈ શકે છે. પરંતુ હોસ્પિટલમાં જ ઘોર લાલિયાવાડી ચાલતી હોવાનો એક પરિવારને અનુભવ થયો. એક મહિલા છાતીમાં દુઃખાવો ઉપડતા રાંદેરની આર્જવ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યાં અન્ય રિપોર્ટ કરતા મહિલાને છાતીમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. છાતીમાં ગાંઠ હોવાથી 38 વર્ષય મહિલાને ઓપરેશન માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં અચાનક સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયાનું સામે આવ્યું.
હોસ્પિટલ સામે નોંધાવી ફરિયાદ
મહિલાના મોતને લઈને પરિવારજનો પણ આઘાતમાં છે. મહિલાના પરિવારજનોનું કહેવું છે કે ઓપરેશન પહેલા મહિલા સામાન્ય હતી. પરંતુ ઈન્જેકશન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી અને મૃત્યુ પામી. 38 વર્ષીય મહિલાના મોત મામલે પરિવારજનોએ હોસ્પિટલ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. ઓપરેશન પહેલા આપવામાં આવેલ ઇન્જેકશનના કારણે જ મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનોનું માનવું છે. આ મામલે હોસ્પિટલ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતા પરિવારજનોએ આર્જવ હોસ્પિટલ સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાંદેર પોલીસે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
What's Your Reaction?






