Suratમાં આગાહી પ્રમાણે પડયો વરસાદ, સામાન્ય વરસાદમાં ભરાયા વરસાદી પાણી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે,સુરતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.સામાન્ય વરસાદ પડવાથી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે.સુરત શહેરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે,હવામાન વિભાગને અગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.સિવિલ ભટાર રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.મજૂરા, રિંગ રોડ, ભટારમાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે,ભારે વરસાદ હોય કે હળવો વરસાદ હોય શહેરમાં પાણી ભરાવાની સમસ્યા દૂર નથી થતી સાથે સાથે કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરી છે તેમ છત્તા પાણી ભરાવાની સમસ્યા દૂર થવાનું નામ નથી લઈ રહી. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે રાજયમાં ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરી છે.25,26,27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે,નવસારી,વલસાડ,દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામા આવી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ છે. 23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે 23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

Suratમાં આગાહી પ્રમાણે પડયો વરસાદ, સામાન્ય વરસાદમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે,સુરતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.સામાન્ય વરસાદ પડવાથી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે.સુરત શહેરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે,હવામાન વિભાગને અગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે.

સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.સિવિલ ભટાર રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.મજૂરા, રિંગ રોડ, ભટારમાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે,ભારે વરસાદ હોય કે હળવો વરસાદ હોય શહેરમાં પાણી ભરાવાની સમસ્યા દૂર નથી થતી સાથે સાથે કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરી છે તેમ છત્તા પાણી ભરાવાની સમસ્યા દૂર થવાનું નામ નથી લઈ રહી.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજયમાં ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરી છે.25,26,27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે,નવસારી,વલસાડ,દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામા આવી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ છે.

23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે

23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.