Suratમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ

આરોપી કોઇ પણ હશે છોડાશે નહીઃ હર્ષ સંઘવી આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડ્રગ્સના દૂષણ સામે લડાઇ ચાલુ રહેશે સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે આરોપી કોઇ પણ હશે છોડાશે નહી. આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડ્રગ્સના દૂષણ સામે લડાઇ ચાલુ રહેશે. આરોપીના હર્ષ સંઘવી સાથે ફોટો વાયરલ થયા હતા. તેમાં ડ્રગ્સ કેસમાં હિન્દુ વાહિનીના નેતાની ધરપકડ થઇ છે. તથા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર પણ ઝડપાયો છે. જાણો શું છે સમગ્ર મામલેસુરત એસઓજીએ રૂપિયા 35 લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના એલએલબીના વિદ્યાર્થી વિકાસ આહીરને પકડ્યો છે. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમ પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસ આહીર યોગી આદિત્યનાથના હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવતો હોવાની વાતો વહેતી થઈ હતી. દરમિયાન વિકાસનો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગોપાલ ઈટાલિયાએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતો. પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે, જેમાં એક વિકાસ આહીર ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેના આહીરના સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. જોકે, સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યું નથી એવું જાહેર કર્યું છે. બીજી તરફ આહીરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપને ટાર્ગેટ કરવા માંડ્યા છે. ત્યારે સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે આરોપી કોઇ પણ હશે છોડાશે નહી.આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Suratમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી કોઇ પણ હશે છોડાશે નહીઃ હર્ષ સંઘવી
  • આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
  • ડ્રગ્સના દૂષણ સામે લડાઇ ચાલુ રહેશે

સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે આરોપી કોઇ પણ હશે છોડાશે નહી. આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડ્રગ્સના દૂષણ સામે લડાઇ ચાલુ રહેશે. આરોપીના હર્ષ સંઘવી સાથે ફોટો વાયરલ થયા હતા. તેમાં ડ્રગ્સ કેસમાં હિન્દુ વાહિનીના નેતાની ધરપકડ થઇ છે. તથા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર પણ ઝડપાયો છે.

જાણો શું છે સમગ્ર મામલે

સુરત એસઓજીએ રૂપિયા 35 લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના એલએલબીના વિદ્યાર્થી વિકાસ આહીરને પકડ્યો છે. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમ પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસ આહીર યોગી આદિત્યનાથના હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવતો હોવાની વાતો વહેતી થઈ હતી. દરમિયાન વિકાસનો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગોપાલ ઈટાલિયાએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતો.

પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે, જેમાં એક વિકાસ આહીર ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેના આહીરના સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. જોકે, સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યું નથી એવું જાહેર કર્યું છે. બીજી તરફ આહીરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપને ટાર્ગેટ કરવા માંડ્યા છે. ત્યારે સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે આરોપી કોઇ પણ હશે છોડાશે નહી.આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.