Suratની હજીરા પોલીસે કાવડયાત્રી બનીને ચોરીના બે આરોપીની કરી ધરપકડ
કાવડયાત્રી બનીને પોલીસે વધુ 2 આરોપીને ઝડપ્યા યુપી અને ઉત્તરાખંડમાં હજીરા પોલીસની કાર્યવાહી આરોપીઓ કાવડયાત્રી બની રોકાયા હતા સુરતની હજીરા પોલીસને શ્રાવણ મહિનો ફળી ગયો છે.મુખ્ય આરોપીઓએ L&T કંપનીના યાર્ડમાંથી 5.87 કરોડની ચોરી કરી યુપી ફરાર થઈ ગયા હતા,ત્યારે મુખ્ય બે આરોપીઓ ના પકડતા પોલીસ ધંધે લાગી હતી,આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ઝડપવા અલગ વેશ ધારણ કર્યો સુરત પોલીસ આરોપીઓને પકડવા માટે કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચી હતી,જયાં તેમને આરોપી ઝડપવામાં સફળતા મળી હતી,કુલ પાંચ આરોપીઓ એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી મોટી ચોરી કરીને ફરાર થયા હતા જેમાં ત્રણ આરોપીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બે આરોપીઓને પોલીસે વેશ પલટો કરીને ઉતરપ્રદેશથી ઝડપ્યા હતા.પોલીસને બાતમી હતી કે બે આરોપીઓ ઉત્તરપ્રદેશ પહોંચી ગયા છે ત્યારે કાવડયાત્રી બનીને પોલીસ પહોંચી ગઈ અને આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપી જે ગામમાં રોકાયા ત્યા રોકાણ કર્યુ પાંચ દિવસ સુધી તેઓ કાવડયાત્રી બનીને અહીં જ રોકાયા અને જ્યાં આરોપીઓ રહેતા હતા તેમની ચહલ-પહલ પર પોલીસને ચાંપતી નજર હતી,આરોપીઓની જે ગામમાં બેઠક હતી તે ગામમાં કોઈને શંકા ના જાય તે રીતે રોકાણ કરી પોલીસે સમગ્ર ઘટનાના ખેલને પાર પાડયો હતો,બંને આરોપીમાંથી એક છે મોહમ્મદ રિયાઝ અને બીજો છે વિવેક શર્મા બંનેને ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાંથી ઝડપ્યા છે,પોલીસે આ બન્ને આરોપીઓને લઈ સુરત આવવા નિકળી ગઈ છે.અગાઉ પણ સુરત પોલીસે વેશ પલટો કરીને ઝડપ્યા છે આરોપીઓને સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે ત્યારે આરોપીઓ ચોરી કરીને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ ભાગી જાય છે,સૌથી વધુ આરોપીઓની સુરત પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે,વેશ પલટો કરીને આરોપીઓને ઝડપી લેવામાં સુરત પોલીસ માહીર છે,ત્યારે વધુ બે આરોપીઓને ઝડપી સુરત પોલીસે ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાવડયાત્રી બનીને પોલીસે વધુ 2 આરોપીને ઝડપ્યા
- યુપી અને ઉત્તરાખંડમાં હજીરા પોલીસની કાર્યવાહી
- આરોપીઓ કાવડયાત્રી બની રોકાયા હતા
સુરતની હજીરા પોલીસને શ્રાવણ મહિનો ફળી ગયો છે.મુખ્ય આરોપીઓએ L&T કંપનીના યાર્ડમાંથી 5.87 કરોડની ચોરી કરી યુપી ફરાર થઈ ગયા હતા,ત્યારે મુખ્ય બે આરોપીઓ ના પકડતા પોલીસ ધંધે લાગી હતી,આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીને ઝડપવા અલગ વેશ ધારણ કર્યો
સુરત પોલીસ આરોપીઓને પકડવા માટે કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચી હતી,જયાં તેમને આરોપી ઝડપવામાં સફળતા મળી હતી,કુલ પાંચ આરોપીઓ એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી મોટી ચોરી કરીને ફરાર થયા હતા જેમાં ત્રણ આરોપીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બે આરોપીઓને પોલીસે વેશ પલટો કરીને ઉતરપ્રદેશથી ઝડપ્યા હતા.પોલીસને બાતમી હતી કે બે આરોપીઓ ઉત્તરપ્રદેશ પહોંચી ગયા છે ત્યારે કાવડયાત્રી બનીને પોલીસ પહોંચી ગઈ અને આરોપીઓને ઝડપી પાડયા હતા.
આરોપી જે ગામમાં રોકાયા ત્યા રોકાણ કર્યુ
પાંચ દિવસ સુધી તેઓ કાવડયાત્રી બનીને અહીં જ રોકાયા અને જ્યાં આરોપીઓ રહેતા હતા તેમની ચહલ-પહલ પર પોલીસને ચાંપતી નજર હતી,આરોપીઓની જે ગામમાં બેઠક હતી તે ગામમાં કોઈને શંકા ના જાય તે રીતે રોકાણ કરી પોલીસે સમગ્ર ઘટનાના ખેલને પાર પાડયો હતો,બંને આરોપીમાંથી એક છે મોહમ્મદ રિયાઝ અને બીજો છે વિવેક શર્મા બંનેને ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાંથી ઝડપ્યા છે,પોલીસે આ બન્ને આરોપીઓને લઈ સુરત આવવા નિકળી ગઈ છે.
અગાઉ પણ સુરત પોલીસે વેશ પલટો કરીને ઝડપ્યા છે આરોપીઓને
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે ત્યારે આરોપીઓ ચોરી કરીને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ ભાગી જાય છે,સૌથી વધુ આરોપીઓની સુરત પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે,વેશ પલટો કરીને આરોપીઓને ઝડપી લેવામાં સુરત પોલીસ માહીર છે,ત્યારે વધુ બે આરોપીઓને ઝડપી સુરત પોલીસે ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથધરી છે.