Suratના હજીરા સ્થિત ચાર રસ્તા પર ખાડા જ ખાડા, વાહનચાલકો અકળાયા
સુરતમાં વરસાદના વિરામ બાદ હવે ખાડારાજ હજીરા રોડ સ્થિત ચાર રસ્તા પર ખાડા જ ખાડા 10થી વધુ ગામનો સંપર્ક કરતા રસ્તા પર ખાડા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે,ત્યારે સુરતના હજીરા સ્થિત ચાર રસ્તા પર માત્ર ખાડા જ જોવા મળ્યા છે,રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે,ત્યારે સ્થાનિકો આ રોડ પરથી નિકળે છે ત્યારે તેમને એવો અહેસાસ થાય છે કે,તેઓ રોડ વાહન ઉપર ડાન્સ કરી રહ્યાં છે,સરકાર અને તંત્ર ઝડપથી રોડ રસ્તાઓ રીપેર કરાવે તે જરૂરી બન્યું છે. રોડ પર ખાડાથી વાહનચાલકોને ભારે હાલાકી મનપાએ કામચલાઉ ખાડા પૂર્યા બાદ ફરી ખાડા દેખાયા છે,વરસાદના વિરામ બાદ ફરીથી રોડ પર ખાડા દેખાતા સ્થાનિકો અકળાયા છે,હજીરાથી આ રોડ સુરતના 10થી વધુ ગામોને જોડે છે,ભારે વાહનોની સાથે સાથે સામાન્ય નાગરિકો પણ આ રોડનો ઉપયોગ કરી રહ્યાં છે,માટે આ રોડ પર વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,તંત્ર પણ આળસ ખંખેરે અને રોડનું સમારકામ કરાવે તેવી માંગ સ્થાનિકોની ઉઠી છે. કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરતમાં વરસાદના વિરામ બાદ હવે ખાડારાજ
- હજીરા રોડ સ્થિત ચાર રસ્તા પર ખાડા જ ખાડા
- 10થી વધુ ગામનો સંપર્ક કરતા રસ્તા પર ખાડા
ગુજરાતમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે,ત્યારે સુરતના હજીરા સ્થિત ચાર રસ્તા પર માત્ર ખાડા જ જોવા મળ્યા છે,રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે,ત્યારે સ્થાનિકો આ રોડ પરથી નિકળે છે ત્યારે તેમને એવો અહેસાસ થાય છે કે,તેઓ રોડ વાહન ઉપર ડાન્સ કરી રહ્યાં છે,સરકાર અને તંત્ર ઝડપથી રોડ રસ્તાઓ રીપેર કરાવે તે જરૂરી બન્યું છે.
રોડ પર ખાડાથી વાહનચાલકોને ભારે હાલાકી
મનપાએ કામચલાઉ ખાડા પૂર્યા બાદ ફરી ખાડા દેખાયા છે,વરસાદના વિરામ બાદ ફરીથી રોડ પર ખાડા દેખાતા સ્થાનિકો અકળાયા છે,હજીરાથી આ રોડ સુરતના 10થી વધુ ગામોને જોડે છે,ભારે વાહનોની સાથે સાથે સામાન્ય નાગરિકો પણ આ રોડનો ઉપયોગ કરી રહ્યાં છે,માટે આ રોડ પર વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,તંત્ર પણ આળસ ખંખેરે અને રોડનું સમારકામ કરાવે તેવી માંગ સ્થાનિકોની ઉઠી છે.
કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.