Suratના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી 14 વર્ષીય વિદ્યાર્થી ગુમ થયો હતો. વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી તરતી હાલતમાં મળ્યો છે. મૃતક વિદ્યાર્થીના પિતાના ગંભીર આક્ષેપ કર્યા છે. પિતાએ આક્ષેપ કર્યા કે બે દિવસ પહલા એક વિદ્યાર્થીએ મારી નાખવાની ધમકી આપી હતી. શાળામાં તેમના દીકરાને અન્ય વિદ્યાર્થી દ્વારા મારા મરાયો હોવાના આક્ષેપ કર્યો છે. પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો
સચિન GIDC વિસ્તારમાં 14 વર્ષીય વિદ્યાર્થીના મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે. મૃતક વિદ્યાર્થીના પિતાએ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી સામે FIR નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. હાલ પોલીસે મૃતદેહ તપાસ માટે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીએ માર માર્યાના આક્ષેપ
સચિન GIDC વિસ્તારમાં મૃતક વિદ્યાર્થીના પિતાએ શાળા તથા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીએ માર માર્યાના આક્ષેપ કર્યો છે. મૃતક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે મૃતદેહ તળાવ માંથી મળ્યો છે. તેના ગળા પર નિશાન જોવા મળ્યા સાથે તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે. હાલ પોલીસે મૃતદેહ તપાસ માટે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






