Suratના મુસાફરો દિલ્હીમાં ફ્લાઈટ લેટ પડતા ફસાયા, એરપોર્ટ પર મચાવ્યો ભારે હોબાળો

સુરતના મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો છે. સુરતના મુસાફરો દિલ્હીમાં ફસાતા એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E2383 લેટ પડી છે. ઈન્ડિગોની ફ્લાઈટ સાંજે 7 કલાકે દિલ્હીથી ટેક ઓફ થવાની હતી અને રાત્રે 9 વાગ્યે સુરત લેન્ડ થવાની હતી પણ કોઈ કારણસર ફ્લાઈટ સમયસર ટેક ઓફ થઈ નહતી અને મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ઈન્ડિગોએ યાત્રીઓને બરોબર જવાબ ન આપતા મુસાફરો રોષે ભરાયા ત્યારે આ મામલે કંટાળીને મુસાફરોએ એરલાઈન્સ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તો મેનેજમેન્ટ તરફથી પણ મુસાફરોને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યા નહતા. પહેલા મુસાફરોને ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ લેટ થઈ હોવાની વાત કરી હતી તો ત્યારબાદ પાયલોટ ના હોવાના કારણે ફ્લાઈટ સમયસર ટેક ઓફ ના થઈ શકી હોવાનું કહ્યું હતું. જેને લઈને મુસાફરો રોષે ભરાયા અને એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે. હાલમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર જ છે. મુસાફરોએ રોષે ભરાઈને મેનેજમેન્ટને ટિકિટના પૈસા પરત કરવા માટેની માગણી કરી છે અને ફ્લાઈટ વિરૂદ્ધ ફરિયાદ પણ કરવાની વાત કરી છે. 

Suratના મુસાફરો દિલ્હીમાં ફ્લાઈટ લેટ પડતા ફસાયા, એરપોર્ટ પર મચાવ્યો ભારે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો છે. સુરતના મુસાફરો દિલ્હીમાં ફસાતા એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E2383 લેટ પડી છે. ઈન્ડિગોની ફ્લાઈટ સાંજે 7 કલાકે દિલ્હીથી ટેક ઓફ થવાની હતી અને રાત્રે 9 વાગ્યે સુરત લેન્ડ થવાની હતી પણ કોઈ કારણસર ફ્લાઈટ સમયસર ટેક ઓફ થઈ નહતી અને મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ઈન્ડિગોએ યાત્રીઓને બરોબર જવાબ ન આપતા મુસાફરો રોષે ભરાયા

ત્યારે આ મામલે કંટાળીને મુસાફરોએ એરલાઈન્સ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તો મેનેજમેન્ટ તરફથી પણ મુસાફરોને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યા નહતા. પહેલા મુસાફરોને ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ લેટ થઈ હોવાની વાત કરી હતી તો ત્યારબાદ પાયલોટ ના હોવાના કારણે ફ્લાઈટ સમયસર ટેક ઓફ ના થઈ શકી હોવાનું કહ્યું હતું. જેને લઈને મુસાફરો રોષે ભરાયા અને એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે. હાલમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર જ છે. મુસાફરોએ રોષે ભરાઈને મેનેજમેન્ટને ટિકિટના પૈસા પરત કરવા માટેની માગણી કરી છે અને ફ્લાઈટ વિરૂદ્ધ ફરિયાદ પણ કરવાની વાત કરી છે.