Suratના કાકા કુમાર કાનાણીએ અધિકારીઓને લીધા આડેહાથ, રોગચાળો વધતા મ્યુ.કમિશનરને લખ્યો પત્ર

સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે.કુમાર કાનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે.તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.ડેન્ગયુ અને મલેરિયા જેવા રોગમાં વધારો થતા કમિશનરને પત્ર લખી જાણ કરી છે,કુમાર કાનાણીએ કહ્યું કે,આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે.દવા છંટકવાની કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે. અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસે છે કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતુ કે,આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ કામગીરી કરે છે,તેઓ બહાર નિકળે તો તેમને ખબર રહે કે શું સ્થિતિ છે.સાથે સાથે તેમણે વધુમાં કહ્યું કે તંત્ર દ્રારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે,ત્યારે અગામી સમયમાં અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર રહેશે કે, શહેરમાં શું સ્થિતિ છે,કુમાર કાનાણી હર હંમેશ માટે પ્રજાનો અવાજ બનતા આવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીનો સમીક્ષા બેઠકમાં આક્રોશ ધારાસભ્ય કુમાર કાનાણી નાનાથી લઈ મોટા માણસોને પડતી સમસ્યાને લઈ અવાર-નવાર ચર્ચામાં રહે છે,દર મહિને જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા યોજવામાં આવે છે,જેમાં જે તે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો તેમના વિસ્તારમાં રહેતી સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે અને તેના આધારે કામ કરવામાં આવતા હોય છે.ત્યારે કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને વચેટીયાઓ અને દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે. 15 મે ના રોજ કુમાર કાનાણીએ કલેકટરને લખ્યો હતો પત્ર સુરત કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતુ કે, હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યુ હતુ, વિધાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

Suratના કાકા કુમાર કાનાણીએ અધિકારીઓને લીધા આડેહાથ, રોગચાળો વધતા મ્યુ.કમિશનરને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે.કુમાર કાનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે.તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.ડેન્ગયુ અને મલેરિયા જેવા રોગમાં વધારો થતા કમિશનરને પત્ર લખી જાણ કરી છે,કુમાર કાનાણીએ કહ્યું કે,આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે.દવા છંટકવાની કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે.

અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસે છે

કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતુ કે,આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ કામગીરી કરે છે,તેઓ બહાર નિકળે તો તેમને ખબર રહે કે શું સ્થિતિ છે.સાથે સાથે તેમણે વધુમાં કહ્યું કે તંત્ર દ્રારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે,ત્યારે અગામી સમયમાં અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર રહેશે કે, શહેરમાં શું સ્થિતિ છે,કુમાર કાનાણી હર હંમેશ માટે પ્રજાનો અવાજ બનતા આવ્યા છે.

ધારાસભ્ય કુમાર કાનાણીનો સમીક્ષા બેઠકમાં આક્રોશ

ધારાસભ્ય કુમાર કાનાણી નાનાથી લઈ મોટા માણસોને પડતી સમસ્યાને લઈ અવાર-નવાર ચર્ચામાં રહે છે,દર મહિને જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા યોજવામાં આવે છે,જેમાં જે તે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો તેમના વિસ્તારમાં રહેતી સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે અને તેના આધારે કામ કરવામાં આવતા હોય છે.ત્યારે કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને વચેટીયાઓ અને દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે.

15 મે ના રોજ કુમાર કાનાણીએ કલેકટરને લખ્યો હતો પત્ર

સુરત કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતુ કે, હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યુ હતુ, વિધાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો.