Surat: DRI-કસ્ટમ વિભાગનું સંયુકત ઓપરેશન, 9 કિલોથી વધુ સોનું પકડાયું
સુરતમાં વધુ એક વખત સોનું ઝડપાયું છે. શહેરમાંથી 9 કિલોથી વધુનું સોનું પકડાયુ છે, જેની અંદાજિત કિંમત 7 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. DRI અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાંસુરત રેલ્વે સ્ટેશન નજીકથી મોટી માત્રામાં સોનું પકડાયું છે. ગૌતમ નામના ઈસમની અટકાયત હાલમાં DRI અને કસ્ટમ વિભાગે ગૌતમ નામના ઈસમની અટકાયત કરી છે અને સોનું ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું, તેને લઈને તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે આ વ્યક્તિ ટ્રેન મારફતે સોનું સુરત લાવ્યો હતો અને એજન્સીઓના અધિકારીએ ઝડપી લીધો છે. 15 ઓક્ટોબરે સુરતમાં ગોલ્ડ સ્મગલિંગમાં વોન્ટેડ પકડાયો હતો ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરે પણ સુરતમાંથી ગોલ્ડ સ્મગલિંગમાં વોન્ટેડ પકડાયો હતો. વોન્ટેડ આરોપી ફૈઝલ મેમણ ટ્રેનમાંથી પકડાયો હતો અને આ ઈસમ પાઉડરની આડમાં સોનાની દાણચોરીમાં વોન્ટેડ હતો. આ કેસમાં મહિલા સહિત 4 આરોપી જુલાઈ મહિનામાં પકડાયા હતા. દુબઈથી લાવવામાં આવેલું 927 ગ્રામ સોનું પકડાયું હતું. ચારેય પાસેથી 67.89 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સોનાની અંદર કેમિકલ મિક્સ કરીને સ્પ્રે છંટકાવ કર્યો હતો અને બેગની અંદર ચિપકાવીને સોનું લાવવામાં આવ્યું હતું. જો કે ઈમિગ્રેશન સિક્યુરિટીને પણ ચેકિંગમાં ખબર પડી ન હતી. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો તમને જણાવી દઈએ કે હાલમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ સોનાના ભાવમાં મોટી ઉછાળો આવવાની શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં લગભગ એક તોલા સોનાના ભાવની કિંમત રૂપિયા 79,000ને પાર છે. ત્યારે દિવાળીના પર્વમાં સોનુ -ચાંદી ખરીદવું લોકો માટે મોંઘું બન્યું છે. 2 મહિનામાં સોનાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો 30 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 77000ને આસપાસ હતો. ત્યારે ચાંદીના ભાવે પણ સર્વોચ્ચ સપાટી વટાવી છે. એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 94,300એ પહોંચ્યો છે. ત્યારે 2 મહિનામાં સોનાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલને લઈ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -