Suratના કઠોદરા ગામમાં દીપડાએ 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કરી પહોંચાડી ઈજા
સુરતના કામરેજના કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ દીપડાએ વૃદ્ધાને મોઢા અને શરીર પર અસંખ્ય બચકા ભરી નખ મારતા વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. વાડી રાખી ફળોનો કરે છે વ્યવસાય લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન ભાઈ દેવીપૂજક (ઉ.વ.112) પર હુમલો કરતા બા બચાવો-બચાવોની બુમો સાંભળી દીકરા-વહુ સાથે કેટલાક મજૂરો દોડી ગયા હતા. ત્યારે નાની જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ બધા જ ગભરાઈ ગયા હતા. નાની શ્યામબેન ભગવણભાઈ દેવીપૂજક (ઉ.વ.112) એ કહ્યું દીપડાએ હુમલો કર્યો છે એટલે એમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. દીપડીએ બાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છેવધુમાં જણાવ્યું હતું કે દીપડીએ આજુબાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ દીપડી ખેતરમાં ખુલ્લી ફરતી જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગત મંગળવારના રોજ વન વિભાગે પાંજરું મૂકી દીપડી ને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ લોકોએ રાહતના શ્વાન લીધા હતા. જોકે મધરાત્રે એક વૃદ્ધા પર દીપડાના હુમલાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. 7 વર્ષમાં પહેલી વાર દીપડાના હુમલામાં તેમના પરિવારનું સભ્ય ઈજાગ્રસ્ત થયુ છે.બા ની તબિયત ગંભીર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કામરેજના કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ દીપડાએ વૃદ્ધાને મોઢા અને શરીર પર અસંખ્ય બચકા ભરી નખ મારતા વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.
વાડી રાખી ફળોનો કરે છે વ્યવસાય
લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન ભાઈ દેવીપૂજક (ઉ.વ.112) પર હુમલો કરતા બા બચાવો-બચાવોની બુમો સાંભળી દીકરા-વહુ સાથે કેટલાક મજૂરો દોડી ગયા હતા. ત્યારે નાની જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ બધા જ ગભરાઈ ગયા હતા. નાની શ્યામબેન ભગવણભાઈ દેવીપૂજક (ઉ.વ.112) એ કહ્યું દીપડાએ હુમલો કર્યો છે એટલે એમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.
દીપડીએ બાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છે
વધુમાં જણાવ્યું હતું કે દીપડીએ આજુબાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ દીપડી ખેતરમાં ખુલ્લી ફરતી જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગત મંગળવારના રોજ વન વિભાગે પાંજરું મૂકી દીપડી ને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ લોકોએ રાહતના શ્વાન લીધા હતા. જોકે મધરાત્રે એક વૃદ્ધા પર દીપડાના હુમલાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. 7 વર્ષમાં પહેલી વાર દીપડાના હુમલામાં તેમના પરિવારનું સભ્ય ઈજાગ્રસ્ત થયુ છે.બા ની તબિયત ગંભીર છે.