Suratના ઓલપાડમાં 74 લાખનો ઝડપાયો ગાંજો, ઓડિશાથી ટ્રકમાં મંગાવતા નશાનો સામાન
સુરતના ઓલપાડના નાની નરોલી ગામેથી પોલીસે 750 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.આ ગાંજાની કુલ કિંમત 74.03 લાખ થાય છે,એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,જે આરોપીઓએ ગાંજો મોકલ્યો છે તેની ધરપકડ કરવાની બાકી છે,ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજો ગુજરાત સુધી કંઈ રીતે પહોંચ્યો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરાઈ છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે.આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે. ગાંજો મોકલનાર ફરાર સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો,ગાંજો મોકલનાર ઓડિશાના ત્રણ લોકો પોલીસ પકડથી બહાર છે,ત્યારે અગામી સમયમાં આરોપી ઝડપાઈ જવાની પોલીસે સંભાવના વ્યકત કરી છે,સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રમાણમાં ગાંજા વેચતા લોકોને પોલીસે ઝડપી પાડયા છે. ગઈકાલે સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો.આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ. ડ્રગ્સને લઈ અભિયાન સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઓલપાડના નાની નરોલી ગામેથી પોલીસે 750 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.આ ગાંજાની કુલ કિંમત 74.03 લાખ થાય છે,એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,જે આરોપીઓએ ગાંજો મોકલ્યો છે તેની ધરપકડ કરવાની બાકી છે,ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજો ગુજરાત સુધી કંઈ રીતે પહોંચ્યો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરાઈ છે.
ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો
સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે.આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે.
ગાંજો મોકલનાર ફરાર
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો,ગાંજો મોકલનાર ઓડિશાના ત્રણ લોકો પોલીસ પકડથી બહાર છે,ત્યારે અગામી સમયમાં આરોપી ઝડપાઈ જવાની પોલીસે સંભાવના વ્યકત કરી છે,સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રમાણમાં ગાંજા વેચતા લોકોને પોલીસે ઝડપી પાડયા છે.
ગઈકાલે સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી
સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો.આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ.
ડ્રગ્સને લઈ અભિયાન
સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.