Suratના ઓલપાડમાં દાંડી ગામ બીચ ખાતે સી-ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરાયું

Feb 22, 2025 - 09:00
Suratના ઓલપાડમાં દાંડી ગામ બીચ ખાતે સી-ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત ડિસ્ટ્રીકટ એક્વાકલ્ચર ફાર્મસ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન કો-ઓપરેટીવ સોસાયટી લીમિટેડ દ્વારા ગુજરાતમા પ્રથમ વાર સુરત જીલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ સી-ફૂડ ફેસ્ટીવલ આયોજન કરાયું હતું.3 દિવસ યોજાનાર સી-ફુડ ફેસ્ટીવલની મંત્રી મુકેશ પટેલના હસ્તે શરૂઆત કરાઈ હતી આ સી-ફુડ ફેસ્ટીવલમાં મહાભારત ફેઈમ પુનીસ ઈસસાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સી-ફૂડ ના શોખીનો માટે ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓનો રસથાળ માટે 45 સ્ટીલો ઉભા કરાયા હતા.

બીચ ડેવલોપમેન્ટ અને રોજગારનો ઉદ્દેશ

સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી-ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાતમાં પ્રથમ વખત દાંડીગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે.સુરતમાં બીચ ડેવલોપમેન્ટ અને રોજગારના ઉદ્દેશ અર્થે યોજાઈ હતો.ભારત ભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓનો રસથાળ લઈને પ્રખ્યાત હોટલ માલિકો દ્વારા 45 સ્ટોલ લગાવ વામાં આવ્યા હતા.આ ઉપરાંત પારસી અને પારસી અને મરાઠી શૈલી સહિત અનેક પ્રકારના સી ફૂડનો અહીં આનંદ સી ફૂડના રસિકોએ લીધો હતો.

પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે

દાંડી ગામનો બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે, જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે.દાંડી દારીયા કીનારે ગુજરાત નો પ્રથમ એવો સી ફૂડ ની સાથે સાથે પેરા મોટર અને પેરા ગ્લાઈડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝની મજા સેહલાણીઓ માળી હતી.સાથે બાળકો માટે સ્પેશિયલ કિડ્સ ઝોન અને ગોવાના જેવી જ સી ફૂડ જેવી જ મજા હવે સુરતીઓ અહીં માળી રહયા છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ અને ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક, નિર્માતા એવા પુનીત ઇસ્સાર આ બીચ ફેસ્ટિવલમાં ખાસ ઉપસ્થિત રહી સુરતી લાલાઓનો જુસ્સો વધારિયો હતો.આ પ્રસંગે સુરત મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0