Sunita Williams સ્પેસમાંથી સુરક્ષિત પરત આવે તે માટે વતન ઝુલાસણમાં ધૂન-યજ્ઞનું આયોજન
સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ગ્રામજનોએ ધૂન, યજ્ઞ અને પ્રાર્થના કરીઅવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં છે ઝુલાસણમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં છે અને તેમની તબિયત સારી ના હોવાની જાણકારી મળી રહી છે, ત્યારે તેમના મૂળ વતન ઝુલાસણમાં ગ્રામજનો દ્વારા તેઓ સુરક્ષિત રીતે ધરતી પર પરત ફરે તે માટે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કડી તાલુકાના ઝુલાસણ ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું, સુનિતા વિલિયમ સ્પેસમાંથી સુરક્ષિત રીતે ધરતી પર પરત આવે અને તેમનું સ્વાસ્થ સારું રહે તે માટે સુનિતા વિલિયમ્સના માદરે વતન ઝુલાસણ ગામે સમસ્ત ઝુલાસણ ગામ દ્વારા શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી સુરક્ષિત ધરતી પરત આવે અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુનિતા વિલિયમ્સ સ્પેસમાં એક નવી બીમારીમાં સપડાઈ ભારતીય મૂળની અમેરિકી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની સ્પેસમાં તબિયત બગડી છે અને તેમની તબિયતને લઈને નાસા પણ ઘણુ ચિંતિત છે. મળતી માહિતી મુજબ સુનિતા વિલિયમ્સને સ્પેસમાં આંખોની રોશનીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું કારણ લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીમાં સંપર્કમાં રહેવાનું છે. આ સમસ્યા શરીરમાં ફલૂઈડ ડિસ્ટ્રીબ્યૂશનને અસર કરે છે. જેના કારણે આંખોની રોશનીમાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને ધૂંધળું તેમજ આંખોની ડિઝાઈનમાં ફેરફાર થાય છે. સુનિતા વિલિયમ્સની કીકી અને રેટિના તેમજ લેન્સ તાજેતરમાં સ્કેન કરવામાં આવ્યા છે, જેથી તેની સ્થિતિની ગંભીરતાને જાણી શકાય. ટેક્નિકલ ખામીના કારણે બંને અવકાશયાત્રીઓ ધરતી પર આવી શક્યા નહીં તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર હાલમાં આંતરરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જ છે. તેમને ધરતી પર લાવનારૂ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફટ હતુ પણ છેલ્લી ઘડીએ ટેક્નિકલ ખામીના કારણે બંને અવકાશયાત્રીઓ ધરતી પર આવી શક્યા નહીં. ત્યારે હાલમાં એજન્સી એક વિકલ્પ પર વિચાર કરી રહી છે અને હવે અવકાશયાત્રીઓને ઘરે પરત લાવવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ગ્રામજનોએ ધૂન, યજ્ઞ અને પ્રાર્થના કરી
- અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં છે
- ઝુલાસણમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં છે અને તેમની તબિયત સારી ના હોવાની જાણકારી મળી રહી છે, ત્યારે તેમના મૂળ વતન ઝુલાસણમાં ગ્રામજનો દ્વારા તેઓ સુરક્ષિત રીતે ધરતી પર પરત ફરે તે માટે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
કડી તાલુકાના ઝુલાસણ ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું, સુનિતા વિલિયમ સ્પેસમાંથી સુરક્ષિત રીતે ધરતી પર પરત આવે અને તેમનું સ્વાસ્થ સારું રહે તે માટે સુનિતા વિલિયમ્સના માદરે વતન ઝુલાસણ ગામે સમસ્ત ઝુલાસણ ગામ દ્વારા શ્રી નીલકંઠેશ્વર મહાદેવજી મંદિર ખાતે ધૂન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી સુરક્ષિત ધરતી પરત આવે અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સુનિતા વિલિયમ્સ સ્પેસમાં એક નવી બીમારીમાં સપડાઈ
ભારતીય મૂળની અમેરિકી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની સ્પેસમાં તબિયત બગડી છે અને તેમની તબિયતને લઈને નાસા પણ ઘણુ ચિંતિત છે. મળતી માહિતી મુજબ સુનિતા વિલિયમ્સને સ્પેસમાં આંખોની રોશનીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું કારણ લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીમાં સંપર્કમાં રહેવાનું છે. આ સમસ્યા શરીરમાં ફલૂઈડ ડિસ્ટ્રીબ્યૂશનને અસર કરે છે. જેના કારણે આંખોની રોશનીમાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને ધૂંધળું તેમજ આંખોની ડિઝાઈનમાં ફેરફાર થાય છે. સુનિતા વિલિયમ્સની કીકી અને રેટિના તેમજ લેન્સ તાજેતરમાં સ્કેન કરવામાં આવ્યા છે, જેથી તેની સ્થિતિની ગંભીરતાને જાણી શકાય.
ટેક્નિકલ ખામીના કારણે બંને અવકાશયાત્રીઓ ધરતી પર આવી શક્યા નહીં
તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર હાલમાં આંતરરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જ છે. તેમને ધરતી પર લાવનારૂ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફટ હતુ પણ છેલ્લી ઘડીએ ટેક્નિકલ ખામીના કારણે બંને અવકાશયાત્રીઓ ધરતી પર આવી શક્યા નહીં. ત્યારે હાલમાં એજન્સી એક વિકલ્પ પર વિચાર કરી રહી છે અને હવે અવકાશયાત્રીઓને ઘરે પરત લાવવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી શકે છે.