South Africaમાં અકસ્માતની ગોઝારી ઘટના, ભરુચના 3 યુવકોના થયા મોત

દક્ષિણ આફ્રિકામાં ગોઝારી અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. દક્ષિણ આફ્રિકામાં ગાડીનો અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા 3 લોકોના મોત થયા છે. ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનના અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા વાહનમાં જ મોત થયા છે.યુવાનોના મોતના સમાચાર સાંભળી સમગ્ર ગામમાં માતમ છવાયો ત્યારે આ સિવાય અકસ્માતની આ ભયંકર ઘટનામાં ભરૂચ જિલ્લાના અન્ય ત્રણ યુવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દક્ષિણ આફ્રિકામાં હાઉડસ્પ્રાઈટ નજીક અકસ્માતની આ ગોઝારી ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતના અને ખાસ કરીને ભરૂચના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે અકસ્માતની ઘટનામાં મોતના સમાચાર સાંભળીને હાલમાં આ ત્રણેય યુવનોના ગામમાં માતમ છવાયો છે અને પરિવાર પણ આઘાતમાં છે. આફ્રિકાના મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા હતા તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળ્યા હતા. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના અનેક વ્યક્તિઓની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હતી. હાલમાં આ તમામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ તેમજ ઈનાયત માનુ, સફરાજભાઈ સીતપોણ નામના ગુજરાતીઓની દુકાનો લૂંટાઈ હતી. આ સાથે જ ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં પણ લૂંટફાટ કરીને તેને સળગાવી દેવામાં આવ્યા હતા. આ લુંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

South Africaમાં અકસ્માતની ગોઝારી ઘટના, ભરુચના 3 યુવકોના થયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ આફ્રિકામાં ગોઝારી અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. દક્ષિણ આફ્રિકામાં ગાડીનો અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા 3 લોકોના મોત થયા છે. ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનના અકસ્માત બાદ આગની ચપેટમાં આવતા વાહનમાં જ મોત થયા છે.

યુવાનોના મોતના સમાચાર સાંભળી સમગ્ર ગામમાં માતમ છવાયો

ત્યારે આ સિવાય અકસ્માતની આ ભયંકર ઘટનામાં ભરૂચ જિલ્લાના અન્ય ત્રણ યુવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દક્ષિણ આફ્રિકામાં હાઉડસ્પ્રાઈટ નજીક અકસ્માતની આ ગોઝારી ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતના અને ખાસ કરીને ભરૂચના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે અકસ્માતની ઘટનામાં મોતના સમાચાર સાંભળીને હાલમાં આ ત્રણેય યુવનોના ગામમાં માતમ છવાયો છે અને પરિવાર પણ આઘાતમાં છે.

આફ્રિકાના મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા હતા

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળ્યા હતા. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના અનેક વ્યક્તિઓની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હતી. હાલમાં આ તમામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ તેમજ ઈનાયત માનુ, સફરાજભાઈ સીતપોણ નામના ગુજરાતીઓની દુકાનો લૂંટાઈ હતી. આ સાથે જ ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં પણ લૂંટફાટ કરીને તેને સળગાવી દેવામાં આવ્યા હતા. આ લુંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.