Shamlaji: 31 ડિસેમ્બર પહેલા પોલીસને મોટી સફળતા, 17,600 નંગ દારૂની બોટલો ઝડપાઈ

Dec 19, 2024 - 13:00
Shamlaji: 31 ડિસેમ્બર પહેલા પોલીસને મોટી સફળતા, 17,600 નંગ દારૂની બોટલો ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના સરહદી જિલ્લાઓથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અનેક પેતરા રચીને પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે પ્રયાસો નિષ્ફળ જતા હોય છે, ત્યારે શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો.


અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન

હાલ 31 ડિસેમ્બર નજીક છે ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન બનાવવામાં આવ્યું છે. સરહદી વિસ્તારો અને ચેકપોસ્ટ પર પર પ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ શરૂ કરાયું છે. ત્યારે ગત રાત્રી દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત આવતી ટ્રકોની શામળાજી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી રહી હતી. તે દરમિયાન બે અલગ અલગ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 44 લાખની કિંમતની 17,600 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડ્યો હતો. સાથે બંને ટ્રકના બે આરોપીઓને પણ શામળાજી પોલીસે ઝડપ્યા છે.


વિદેશી દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા

પોલીસના આટલા કડક ચેકીંગ વચ્ચે પણ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અલગ અલગ કીમિયા અપનાવે છે. એક ટ્રકમાં પ્લાસ્ટિક દાણા ભરેલ બેગોની આડમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે અન્ય એક ટ્રકમાં લાકડાની પેટીઓ અને ટાયરની આડમાં સંતાડીને દારૂ ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો, પરંતુ શામળાજી પોલીસની સતર્કતાથી બુટલેગરોના ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા અને આટલી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0