Shamlaji: ભગવાન શામળિયાના જન્મોત્સવને લઇ ભવ્ય તૈયારીઓ શરૂ
આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થવાની છે મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપલાવના તોરણ બાંધ્યા 100 કરતા વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થવાની છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના જન્મોત્સવને લઇ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપલાવના તોરણ થી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે આવતીકાલે જન્માષ્ટમી પર્વ છે ત્યારે પરંપરાગત યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે. જેના માટે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેના આયોજન માટે યુવાનોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 કરતા વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ નંદ ઘેર આંનદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે મટકી ફોડવામાં આવે છે. જેના માટે મંદિર પરિસરમાં તોરણો બનાવવાની કામગીરી આરંભી દિધી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરાયું શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરાયું છે. ભક્તોને દર્શન માટે કોઇ તકલીફ ન પડે તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારથી ભગવાનના મંગળા દર્શન યોજાશે. ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે. ભગવાન શામળિયાને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે. પૂજન અર્ચન કરવામાં આવે છે આજે અત્યારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો થવા લાગ્યો છે. ત્યારે જન્મોત્સવ પહેલા મંદિર પરિસરમાં રાસ ગરબા સહિત લાલજી ભગતનો ભજન સત્સંગ કાર્યક્રમ યોજાશે. આમ ભક્તો યાત્રાધામ શામળાજીમાં ભગવાનના જન્મોત્સવને લઈ હરખ ગેલા બન્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થવાની છે
- મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપલાવના તોરણ બાંધ્યા
- 100 કરતા વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે
આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થવાની છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના જન્મોત્સવને લઇ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપલાવના તોરણ થી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે
જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે
આવતીકાલે જન્માષ્ટમી પર્વ છે ત્યારે પરંપરાગત યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે. જેના માટે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેના આયોજન માટે યુવાનોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 કરતા વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ નંદ ઘેર આંનદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે મટકી ફોડવામાં આવે છે. જેના માટે મંદિર પરિસરમાં તોરણો બનાવવાની કામગીરી આરંભી દિધી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરાયું
શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરાયું છે. ભક્તોને દર્શન માટે કોઇ તકલીફ ન પડે તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારથી ભગવાનના મંગળા દર્શન યોજાશે. ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે. ભગવાન શામળિયાને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે. પૂજન અર્ચન કરવામાં આવે છે આજે અત્યારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો થવા લાગ્યો છે. ત્યારે જન્મોત્સવ પહેલા મંદિર પરિસરમાં રાસ ગરબા સહિત લાલજી ભગતનો ભજન સત્સંગ કાર્યક્રમ યોજાશે. આમ ભક્તો યાત્રાધામ શામળાજીમાં ભગવાનના જન્મોત્સવને લઈ હરખ ગેલા બન્યા છે.