Shahera:સાદરા ગામમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરા તાલુકાના સાદરા ગામના કૈડવાના મુવાડા, પીપળીયા ફળીયા સહિત અન્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ગ્રામજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.જ્યારે ગામના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જલ યોજનાનું પાણી નહી મળતું હોવા સાથે અમુક હેન્ડ પંપમાં પાણી થોડીવાર આવ્યા બાદ બંધ થઈ જતા છૂપો આક્રોશ ગ્રામજનો નો તંત્ર સામે જોવા મળી રહ્યો છે.
સાદરા ગામની વસ્તી અંદાજિત 4000 ની આસપાસ હોવા સાથે આ ગામના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન છે. ગામના કૈડવાના મુવાડા, પીપળીયા ફળીયા સહિત અન્ય વિસ્તારમાં નલ સે જલ યોજના હોવા છતાં નળમાં પાણી મળતું ન હોવાથી ગ્રામજનો હેન્ડ પંપના સહારે પાણી મેળવી રહ્યા હતા. જોકે અમુક હેડ પંપ માં પાણી થોડી વાર આવ્યા બાદ બંધ થઈ જવા સાથે પીવા લાયક પાણી આવતું ન હોવાનુ જાણવા મળી રહ્યું હતું. ગ્રામજનો પીવાનું પાણી ભરવા માટે મહીસાગર નદી ખાતે પણ જતા હોય છે. આ ગામમાં પાણી પુરવઠા ની અનેક યોજના હોવા છતાં અમુક વિસ્તારની મહિલાઓને જરૂરિયાત મુજબનું પાણી મેળવવા આમતેમ ભટકવું પડતું હોવાથી મહિલાઓનો આક્રોશ જોવા મળી રહયો છે. ગામ મા કૂવા ના સ્તર પણ ઊંડા જઈ રહ્યા હોવા સાથે ખેતી માટે પણ પાણી જરૂરિયાત મુજબ નું મળતું નથી. પશુઓને પણ પાણી માટે તકલીફ્ પડવા સાથે ખેડૂત હોય કે પછી પશુપાલક કે પછી ગ્રામજનો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે.
What's Your Reaction?






