SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ સામાન્ય વ્યક્તિ લોન માટે બેન્કોના ધક્કા ખાઇને થાકી જતો હોય છે ત્યારે બેન્કોમાં મેળાપીપણાથી કેવી રીતે લાખોની લોનો મંજૂર કરી દઇને કૌભાંડ આચરવામાં આવે છે તેનો કિસ્સો બહાર આવતાં ગોરવા પોલીસે છ લોન ધારકો તેમજ તેની ફાઇલો તૈયાર કરનારા વચેટિયા અને બેન્કના એજન્ટ સહિત કુલ ૧૬ જણા સામે ફરિયાદ નોંધી છે.
ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના(રીટલ એસેટ્સ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર)ના ચીફ મેનેજર યજ્ઞોશ પટેલ (હવેલી હાર્મની,રાજેશ ટાવર રોડ, ગોત્રી)એ પોલીસને કહ્યું છે કે,અમારી બેન્કને વડોદરાના છ લોન ધારકોએ વર્ષ-૨૦૨૧-૨૨માં લીધેલી હોમ લોનમાં બોગસ ડોક્યુમેન્ટ્સ હોવાની ફરિયાદ મળતાં તપાસ કરવામાં આવી હતી.
જે દરમિયાન શંપા ચેટરજી,ધીરજકુમાર વાઘેલા,શેતલબેન દેસાઇ,બાબુ સામી, અનિલ નલાવડે અને શ્રીકાંતકુમાર સોલંકી નામના છ હોમ લોન ધારકો તેમના દર્શાવેલા સ્થળે નોકરી નહિ કરતા હોવાનું અને પગાર સ્લીપ,ઇન્કમટેક્સના ફોર્મ-૧૬,બેન્ક સ્ટેટમેન્ટ,આઇકાર્ડ,એપોઇન્ટમેન્ટ લેટર જેવા તમામ દસ્તાવેજો બોગસ હોવાનું ખૂલ્યું હતું.
આ દસ્તાવેજો તૈયાર કરનારા વચેટિયાઓએ કમિશન લીધું હતું અને બેન્કના એજન્ટ શ્રીપ્રકાશ દ્વિવેદી તેમજ ધર્મેન્દ્ર વાઘેલા મારફતે ફાઇલો મૂકી હતી.
What's Your Reaction?






