Sayla હાઈવે પર ઉંડી ગટરમાં ગાય ફસાઈ, જીવદયા પ્રેમી યુવાનોએ કાઢી બહાર

Jul 1, 2025 - 23:30
Sayla હાઈવે પર ઉંડી ગટરમાં ગાય ફસાઈ, જીવદયા પ્રેમી યુવાનોએ કાઢી બહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના સાયલા હાઈવેના સર્વીસ રોડ પર પાણીના નિકાલ માટે બનાવેલી 6 ફૂટ જેટલી ઉંડી ગટરમાં એક ગાય પડીને ફસાઈ ગઈ હતી. ત્યારે રસ્તા પરથી પસાર થતી રાહદારી મહિલાઓ ગાયને ફસાયેલી જોઈ જતા તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. કાદવથી લથબથ અને ગટરની ઊંડાઈ જોતા ગાયને બહાર કાઢવા માટે સાયલા મહાજન પાંજરાપોળનો સંપર્ક કરતા થોડીવારમાં ક્રેન તથા જરૂરી સાધનો સાથે તેમની ટીમ આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

રાહદારીઓ, વાહન ચાલકો પણ ગટરનો ભોગ બની રહ્યા છે

ગટરમાંથી સગર્ભા ગાયને બહાર કાઢવામાં પાંજરાપોળની એનિમલ એમ્બ્યુલન્સ ટીમ તથા સ્થાનિક યુવાનો દ્વારા જીવના જોખમે બે કલાકની જહેમત બાદ ગૌવંશને બહાર કાઢી સારવાર અર્થે વીડ સંકુલમાં લઈ જતા અબોલને સારવાર આપી જીવતદાન બક્ષ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઈવેનું કામ કરતી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રોડની બંને બાજુ બનાવેલી ગટરો ઠેક ઠેકાણે તૂટેલી જોવા મળી રહી છે, જેમાં અવાર નવાર અબોલ જીવો સાથે ઘણી વખત રાહદારીઓ, વાહન ચાલકો પણ ભોગ બની રહ્યા છે. ત્યારે કરોડોના ખર્ચે બનાવેલી ગટરો હાલ તો અબોલ જીવો માટે મોતના કુવા સમાન બનેલી જોવા મળી રહી છે, ત્યારે તંત્ર આ બાબતની ગંભીરતા પારખી યોગ્ય કાર્યવાહી કરે તેવી સામાન્ય નાગરિકો તથા જીવદયા પ્રેમીઓમાં માગ ઉઠવા પામી છે.

ભાવનગરમાં જીવલેણ હુમલો કરનાર ગાય ઝડપાઇ

ભાવનગરમાં નિર્દોષ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરનાર ગાયને આખરે પકડી લેવામાં આવી છે. ભાવનગર મનપાની ટીમ અને પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. ભાવનગરના તળાજા રોડ ટોપ થ્રી સર્કલ નજીક સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, મીરાનગર, શિવપાર્વતી સોસાયટી અને શ્રી વલ્લભ રેસીડેન્સી સહિત અંદાજે આઠ સોસાયટીમાં તોફાન મચાવી 2 દિવસમાં 12 જેટલા નિર્દોષ લોકોને ઘાયલ કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0