Sayla: વિસ્ફોટકના ગુનામાં વોન્ટેડ બે શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા તાલુકાના ચિત્રાલંક ગામની સીમમાં ચાલતા કાર્બોસેલના ખનન પર લીંબડી પ્રાંત અધિકારી સહિતની ટીમે બે માસ અગાઉ કરેલા દરોડામાં આંઠ જેટલા કુવાઓ ખોદી તેમાંથી કરતી કોલસાની ખનીજ ચોરીનું કારસ્તાન ઝડપાઈ જવા સાથે ટ્રેક્ટર, ચરખીઓ, બાઇકો સહિત લાખોની મશીનરી તેમજ ખનીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડામાં કૂવા ગાળી તેમાંથી બિનઅધિકૃત રીતે ખનીજ કાઢવા વપરાતા જીલેટિન સ્ટીક 126 નંગ, ડિટોનેટર 155 નંગ, 22 સેફ્ટી ફ્યુઝ સહિતનો પાસપરમીટ વગરનો એક્સપ્લોસિવનો ગેરકાયદે જથ્થો સ્થળ પરથી મળી આવવા બાબતે સાયલા પોલીસ દ્વારા તે બાબતે અલગથી ગુનો નોંધાયો હતો. પોલીસને ગુનો દાખલ કરવા સમયે ચોટીલાના હર્ષદ નામના શખ્સનું નામ બહાર આવતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. બે માસના સમયગાળા બાદ પોલીસ દ્વારા ગેરકાયદે ખનન અને વિસ્ફેટકોના ગુનામાં સંડોવાયેલા મૂળ ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના અને હાલ ચોટીલા ખાતે રહેતા હર્ષદ અનકભાઇ ધાંધલને ઝડપી લેવાયો હતો. પકડાયેલ આરોપી હર્ષદની પૂછપરછમાં કોલસા કાઢવાના કારસ્તાનમાં ચિત્રાલંકનો દેવશી ઉર્ફે મુન્નો બચુભાઇ અઘારા પણ સામેલ હોવાની કબૂલાત કરતા તેને પણ ઝડપી લેવાયો હતો. પોલીસ દ્વારા ગેરકાયદે વિસ્ફેટકોના ગુનામાં પકડાયેલ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડ ની માંગણી કરી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપીઓના એક દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૂર્ણ થતા બન્ને ઇસમને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
What's Your Reaction?






