Sayla: એક જ કોમના બે પરિવારો વચ્ચે જૂથ અથડામણમાં 1મહિલા સહિત 7ઘાયલ
સાયલા તાલુકાના જસાપર ચોકડી વિસ્તારમાં ગુરુવારે ઢળતી બપોરે ગામમાં રહેતા એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા થયેલ મારામારીમાં સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક જ કોમના બે પરિવારો બોલેલી બઘડાટીથી ગામમાં દેકારો મચી જવા સાથે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ થતાં પીએસઆઈ સહિતના સ્ટાફનો કાફ્લો પરિસ્થિતિ વણસે તે પહેલાં સમયસર પહોંચી જતા વધુ ઝઘડો થતો અટકાવી બન્ને પક્ષે તમામ ઈજાગ્રસ્તોને સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સામસામે બન્ને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર માટે લવાતા વાતાવરણમાં ગરમાગરમી જોતા પોલીસ દ્વારા તુરંત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સૂત્રો પાસેથી વધુમાં જાણવા મળતી વિગતો મુજબ છોકરી બાબતે આ જૂથ અથડામણ સર્જાઇ હોવાનું મનાય રહ્યું છે ત્યારે જસાપર ચોકડી વિસ્તારમાં થયેલ લોહિયાળ માથાકૂટમાં ધનીબેન ઉગાભાઇ, રાણાભાઇ જેઠાભાઇ, રાહુલભાઇ દાનાભાઇ, પુનાભાઇ જેઠાભાઇ,ઉગાભાઇ નાનજીભાઇ, મનુભાઇ નાનજીભાઇ સહિતના લોકોને નાની મોટી ઇજાઓ થતાં સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી ત્રણથી ચાર વધુ ઇજાઓ પામેલા વ્યક્તિઓને જિલ્લા મથક સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા તાલુકાના જસાપર ચોકડી વિસ્તારમાં ગુરુવારે ઢળતી બપોરે ગામમાં રહેતા એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા થયેલ મારામારીમાં સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક જ કોમના બે પરિવારો બોલેલી બઘડાટીથી ગામમાં દેકારો મચી જવા સાથે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ થતાં પીએસઆઈ સહિતના સ્ટાફનો કાફ્લો પરિસ્થિતિ વણસે તે પહેલાં સમયસર પહોંચી જતા વધુ ઝઘડો થતો અટકાવી બન્ને પક્ષે તમામ ઈજાગ્રસ્તોને સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સામસામે બન્ને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર માટે લવાતા વાતાવરણમાં ગરમાગરમી જોતા પોલીસ દ્વારા તુરંત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સૂત્રો પાસેથી વધુમાં જાણવા મળતી વિગતો મુજબ છોકરી બાબતે આ જૂથ અથડામણ સર્જાઇ હોવાનું મનાય રહ્યું છે ત્યારે જસાપર ચોકડી વિસ્તારમાં થયેલ લોહિયાળ માથાકૂટમાં ધનીબેન ઉગાભાઇ, રાણાભાઇ જેઠાભાઇ, રાહુલભાઇ દાનાભાઇ, પુનાભાઇ જેઠાભાઇ,ઉગાભાઇ નાનજીભાઇ, મનુભાઇ નાનજીભાઇ સહિતના લોકોને નાની મોટી ઇજાઓ થતાં સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી ત્રણથી ચાર વધુ ઇજાઓ પામેલા વ્યક્તિઓને જિલ્લા મથક સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.