Sarangpur News : શ્રીકષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીઓ ધરાવીને રાખડીનો શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ:08-08-2025 શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારીસ્વામી દ્વારા કરવામાં આવી હતી.
કષ્ટભંજનદેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ ઉપરાંત સિંહાસને હજારો બહેનોએ મોકલેલી રાખડીનો શણગાર કરાયો છે. આ ઉપરાંત હજારો બહેનોએ દાદાને મોકલાવેલા પત્ર પણ હનુમાનજી સમક્ષ મૂક્યા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત રક્ષાબંધન પર્વ નિમિત્તે મારા દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવી હતી.રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઇષ્ટદેવ શ્રી કષ્ટભંજનદેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ.
દાદાના ફોટાવાળી હજારો રાખડીઓ મોકલી ભકતોએ
દાદાને મોકલેલ રાખડીઓમા અનેક વિધ ડેકોરેશન,આર્ટિફિશિયલ કેમિકલ ,કાપડ માંથી બનાવેલી, ઉનમાંથી ગુથીને નાવેલી,મોરપંખવાળી,બાણ આકારની બનાવેલી,કોડીયો અને મોતીથી બનાવેલી, ટોન દ્વારા ડેકોરેશન કરેલી,ફૂલ વાળી,શ્રીરામના મુખ વાળી ડેકોરેશન,દાદાના ફોટા વાળી,ફુલ મોરપંખ વાળી,કાપડમાંથી બનાવેલી, લાકડા માંથી બનાવેલી, શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના લોગોવાળી, દાદાની પેન્ટિંગ વાળી, ઘૂઘરી વાળી,ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલી હનુમાન ચાલીસા લખેલી, ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, વગેરેના આકારની રાખડી, 3 ફુટ વાળી, 2 ફૂટ કેક ના આકાર વાળી,1.5 ફૂટ રામ ભગવાન ફોટા વાળી ,1.5 દાદા ના ફોટા વાળી,1 ફૂટ દાદા ના ફોટા વાળી, દેશ-પરદેશ માંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે. જેમાં આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને UAE સહિતના દેશમાંથી દાદા માટે રાખડી આવી છે. આમાં સોના-ચાંદીની પણ રાખડીઓ રાજ્ય, દેશ અને દુનિયામાંથી કુલ 30થી 35 હજાર રાખડી આવી છે..
What's Your Reaction?






