Santej: 40 લાખથી વધુના કોપર કેબલની ચોરી કરનારી ગેંગના 5 સભ્યો ઝડપાયા

ગાંધીનગર જિલ્લાની સાથે જ પોલીસે રાજસ્થાનની એક એવી ગેંગ ઝડપી છે જે લૂંટ કરવામાં માહેર છે, આ ગેંગે સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી એક કંપનીના કર્મચારીઓને બંધક બનાવી લાખો રૂપિયાની કિંમતના કોપરના કેબલની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો આરોપીઓ એટલા શાતિર હતા કે તેમનું પગેરું મેળવવા માટે પોલીસને રીતસરના આંખે પાણી આવી ગયું હતું. આ આરોપીઓ લૂંટ કેસના માસ્ટર માઈન્ડ છે અને તેમણે કેબલ બનાવતી કંપનીમાં રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આ લૂંટ કરવા માટે 1-2 નહીં પણ 13-13 લૂંટારુઓને સાથે રાખીને લૂંટ ચલાવી હતી. આરોપીઓ જે કોપરના કેબલની લૂંટ કરવાના હતા. તેને લાવવા લઈ જવા માટે તેમણે એક ટ્રક પણ ભાડે લીધો હતો. જેમાં આશરે 40 લાખથી વધુની કિંમતના કોપરના વાયર લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે નોંધ્યો ગુનો આરોપીઓએ આ કંપનીમાં લૂંટ ચલાવવા માટે કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી માર માર્યો હતો અને ત્યારબાદ કોપરના કેબલની લૂંટ ચલાવી હતી. આ મામલે સાંતેજ પોલીસે BNS કલમ 309 (6)), 115 (2), 127 (2) તેમજ જી પી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ કંપનીના CCTV તોડી નાખ્યા આરોપીઓ એટલા શાતિર હતા કે લૂંટ ચલાવ્યા બાદ તેમણે લૂંટ કરેલા માલને અન્ય ગોડાઉનમાં સંતાડી દીધો હતો અને ત્યારબાદ તેને બારોબાર અન્ય વેપારીને વેચી દીધો હતો. આ સિવાય પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકે તે માટે આરોપીઓએ કંપનીના CCTV તોડી નાખ્યા હતા અને DVR પણ લઈ ગયા હતા. આ સિવાય પોલીસ તેમના સુધી પહોંચી ન શકે તે માટે તેઓ મુખ્ય રસ્તાના બદલે કાચો રસ્તો પસંદ કરી માલને સગેવગે કર્યો હતો. ફિલ્મમાં જેમ આરોપીઓ લૂંટ કરવા માટે નામ બદલતા હોય છે તેમ આ આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે તેમના ઓરીજીનલ નામ છુપાવી તેમના મુસ્લિમ નામ રાખ્યા હતા. આરોપીઓની આ ટ્રીકથી પોલીસ પણ ગોઠે ચડી ગઈ હતી, જો કે ઘણી મહેનત બાદ આખરે આ ગેંગના 5 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. હાલ તો 13માંથી 5 આરોપીઓ ઝડપાયા છે. સાથે જ મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી છે. જેને રિકવર કરવા તેમજ ફરાર આરોપીઓને ઝડપી લેવા સાંતેજ પોલીસે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે.

Santej: 40 લાખથી વધુના કોપર કેબલની ચોરી કરનારી ગેંગના 5 સભ્યો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાની સાથે જ પોલીસે રાજસ્થાનની એક એવી ગેંગ ઝડપી છે જે લૂંટ કરવામાં માહેર છે, આ ગેંગે સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી એક કંપનીના કર્મચારીઓને બંધક બનાવી લાખો રૂપિયાની કિંમતના કોપરના કેબલની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.

રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો

આરોપીઓ એટલા શાતિર હતા કે તેમનું પગેરું મેળવવા માટે પોલીસને રીતસરના આંખે પાણી આવી ગયું હતું. આ આરોપીઓ લૂંટ કેસના માસ્ટર માઈન્ડ છે અને તેમણે કેબલ બનાવતી કંપનીમાં રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આ લૂંટ કરવા માટે 1-2 નહીં પણ 13-13 લૂંટારુઓને સાથે રાખીને લૂંટ ચલાવી હતી. આરોપીઓ જે કોપરના કેબલની લૂંટ કરવાના હતા. તેને લાવવા લઈ જવા માટે તેમણે એક ટ્રક પણ ભાડે લીધો હતો. જેમાં આશરે 40 લાખથી વધુની કિંમતના કોપરના વાયર લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા.

પોલીસે નોંધ્યો ગુનો

આરોપીઓએ આ કંપનીમાં લૂંટ ચલાવવા માટે કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી માર માર્યો હતો અને ત્યારબાદ કોપરના કેબલની લૂંટ ચલાવી હતી. આ મામલે સાંતેજ પોલીસે BNS કલમ 309 (6)), 115 (2), 127 (2) તેમજ જી પી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપીઓએ કંપનીના CCTV તોડી નાખ્યા

આરોપીઓ એટલા શાતિર હતા કે લૂંટ ચલાવ્યા બાદ તેમણે લૂંટ કરેલા માલને અન્ય ગોડાઉનમાં સંતાડી દીધો હતો અને ત્યારબાદ તેને બારોબાર અન્ય વેપારીને વેચી દીધો હતો. આ સિવાય પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકે તે માટે આરોપીઓએ કંપનીના CCTV તોડી નાખ્યા હતા અને DVR પણ લઈ ગયા હતા. આ સિવાય પોલીસ તેમના સુધી પહોંચી ન શકે તે માટે તેઓ મુખ્ય રસ્તાના બદલે કાચો રસ્તો પસંદ કરી માલને સગેવગે કર્યો હતો. ફિલ્મમાં જેમ આરોપીઓ લૂંટ કરવા માટે નામ બદલતા હોય છે તેમ આ આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે તેમના ઓરીજીનલ નામ છુપાવી તેમના મુસ્લિમ નામ રાખ્યા હતા. આરોપીઓની આ ટ્રીકથી પોલીસ પણ ગોઠે ચડી ગઈ હતી, જો કે ઘણી મહેનત બાદ આખરે આ ગેંગના 5 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે.

મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. હાલ તો 13માંથી 5 આરોપીઓ ઝડપાયા છે. સાથે જ મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી છે. જેને રિકવર કરવા તેમજ ફરાર આરોપીઓને ઝડપી લેવા સાંતેજ પોલીસે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે.