Sanjeli:મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ખાબોચિયા ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંજેલી ગ્રામ પંચાયતની સંતરામપુર રોડ પર આવેલ વોટર વર્ક્સના કૂવામાંથી ટાંકા સુધી મુખ્ય પાઇપલાઇન નાખવામાં આવી છે. જે પાઇપ લાઇન હાલ દસ દિવસ અગાઉ જ પંચાયત દ્વારા સાફ્-સફઈ દરમિયાન પાઇપલાઇનનું ભંગાણ સર્જાયું હતું. જેના રીપેરીંગ દરમિયાન ભૂતિયા નળ કનેક્શનનો પણ મળી આવ્યા હતા.
પંચાયત તંત્ર દ્વારા જર્જરીત આ મુખ્ય પાઇપલાઇન નવી નાખવાને બદલે તેનું સમારકામ કરી અને લાઇન શરૂ કરવામાં આવી હતી. પરંતુ વર્ષો જૂની આ પાઇપ લાઇન ઠેર ઠેર જર્જરીત હોવાને કારણે ફરી આસપાસ ભંગાણ સર્જાયું છે અને જેમાંથી ફુવારા ની જેમ પાણી નીકળવા લાગ્યું છે. જેના કારણે પસાર થતી પાઇપના આજુબાજુના ખાડાઓ ખાબોચ્યાઓ ભરાઈ ગયા છે. જેમાં પાઇપ પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેથી આવા ગંદા પાણી વોટરમાં પણ જતા હોય છે. ત્યારે આ મુખ્ય પાઇપલાઇન વર્ષો જૂની હોવાથી તે બિલકુલ કન્ડમ હાલતમાં થઈ ગઈ છે. જ્યારે પંચાયત તંત્ર દ્વારા ખોટા રીપેરીંગ ના ખર્ચા કરી અને આવી મુખ્ય પાઇપ લાઇન નાખવામાં પણ નિષ્ફ્ળતા નીવડી છે. વર્ષોથી આ નવી પાઇપ નાખવા માટે ગ્રામજનોની માંગ છે. તેમ છતાં પણ પંચાયત દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને જુની પાઇપલાઇનને જ રીપેર કરી અને ખોટા ખર્ચાઓ કરી રહી છે. જેથી તાલુકા અધિકારી દ્વારા આ મુખ્ય પાઇપલાઇન નવી નાખવામાં આવે તેવી નાગરિકોની માંગ છે.
What's Your Reaction?






