Sandesh ન્યૂઝનું મોટું Operation: 'ઓપરેશન પાતાળ'થી ભૂમાફિયામાં 'ભૂકંપ', જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં વધારો થયો છે. સંદેશ ન્યૂઝ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરાયું 'ઓપરેશન પાતાળ'. અમારી ટીમે સુરેન્દ્રનગરના એક ખેતરમાંથી કાળું સોનું કહેવાતા એવા ખાણની શોધ કરી.ખાણમાં કામ કરનાર શ્રમિકો આજીવિકા રળવા કેવી કાળી મજૂરી કરવા મજબૂર બન્યા છે તે દશ્ય જોઈ અમારી ટીમ પણ દંગ થઈ ગઈ.રાજ્યમાં કુદરતની અણમોલ ભેટનો વેપાર કરવામાં આવે છે. પર્વતો તોડી પથ્થરની ચોરી થાય છે, તો નદીઓના પટની રેતીની ચોરી તો કયાંક ખેતરમાં ઊંડા કૂવામાં ખોદકામ કરી કોલસો કાઢવામાં આવે છે. સામાન્ય લાગતા એવા ખેતરોમાંથી હવે ખાણ ખનીજની ચોરી કરવાના કારસો રચાઈ રહ્યો છે. 'ઓપરેશન પાતાળ' સંદેશ ન્યૂઝના 'ઓપરેશન પાતાળ' હેઠળ ભૂમાફિયા અને તંત્રના મિલીભગતનો પર્દાફાશ કર્યો. એકબાજુ સરકાર ભૂમાફિયા પર લગામ કસી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના એક ખેતરમાં ત્રણ-ત્રણ ઊંડી ખાણમાં ખોદકામ થતી હોવાની અમને માહિતી મળી. અમારી ટીમ આ માહિતીની સત્યતાની તપાસ કરવા પંહોચી ત્યારે હકીકત સામે આવી. ખરેખર ખેતરની અંદર કૂવા જેવી દેખાતી એક ખાણ અસ્તિત્વમાં છે. અંદાજે 150 ફૂટ ઊંડી આ ખાણમાં 6 કરતાં પણ વધુ શ્રમિકો કામ કરતા હતા. 80થી 90 ફૂટ ખાણમાં ઊંડા ઉતરતા હવા ઓછી લાગતા શ્વાસ રૂંધાવા લાગ્યો. ત્યારે પ્રશ્ન થાય કે જો આપણને થોડા સમયમાં જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે આ શ્રમિકો ખાણની અંદર કેવી રીતે કામ કરતાં હશે.તમને ડર નથી લાગતોખાણમાં કામ કરતાં શ્રમિકને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે અંહી કામ કરો છો તો તમને ડર નથી લાગતો. ત્યારે તેઓ કહે છે લાગે તો છે પણ શું કરીએ કામ તો કરવું પડશે. કારણ કે તેઓ 150 ફૂટ ઊંડી ખાણમાં કામ કરે ત્યારે તેમને દરરોજના 600થી 700 રૂપિયા મળતા હોય છે. તેમની પાસે આ સિવાય આજીવિકા રળવા માટેનો અન્ય કોઈ માર્ગ નથી. શ્રમિકો પાસે સેફટીના સાધનો જોવા ના મળ્યા. ખાણમાં કામ કરવું વધુ જોખમરૂપ હોવાની તેમને પણ જાણ છે છતાં પણ તેઓ કમાણી માટે કામ કરવા મજબૂર છે. સુરેન્દ્રનગરમાં આવેલ આ ખાણમાં ગુજરાતના શ્રમિકો ઉપરાંત રાજ્ય બહારના શ્રમિકો પણ કામ કરે છે. અમને વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખાણમાં કામ કરનાર શ્રમિકોમાં ફક્ત પુરુષ નહીં પણ મહિલાને પણ કામ કરતી જોઈ.આ ખાણમાં ઊંડે સુધી ખોદકામ કર્યા બાદ કોલસા જેવો ખનીજ મેળવવા જીલેટીનથી બ્લાસ્ટ કરવામાં આવે છે.આ વિસ્ફોટથી અનેક વખત ભેખડ ધસતા શ્રમિકો ફસાઈ જતા મોતને ભેટે તેવા કિસ્સા પણ સામે આવે છે. ખાણમાંથી કુદરતી ખનીજસવાલ એ થાય કે ધરતીને ચીરી 100 ફૂટ ઉંડા કૂવા ખોદવામાં આવે છે. અને આ મોટી ખાણમાંથી કુદરતી ખનીજ બહાર કાઢી તેનું વેચાણ કરવામાં આવે છે. ખનીજ મેળવવા આશરે ધરતીના પેટાળની અંદર 90 ફૂટથી 150 ફૂટ જેટલું ઊંડુ ખોદકામ કરવામાં આવે છે. શ્રમિકોને ખાણમાં ઉતારી મોટાપાયે સુરંગ પણ બનાવવામાં આવે છે અને ત્યારબાદ જીલેટીનથી બ્લાસ્ટ કરી કોલસો બહાર કઢાય છે. ખોદકામ કરી મેળવેલ કાળુ સોનું એટલે કે કોલસાના વેચાણ માટે મોટાપાયો કાળો કારોબાર થાય છે. આવી ખાણમાં જ્યાં પૂરતી હવા પણ ના હોય ત્યાં સેફટીના સાધનોના પણ ના હોવા છતાં શ્રમિકો કામ કરે છે અને જ્યારે કામ કરતાં શ્રમિકનું મોત થાય છે ત્યારે તેમના પરીવારજનોને જરૂર પૂરતી આર્થિક સહાય મળતી નથી. અને જવાબદાર લોકો હાથ અધ્ધર કરી લઈ એકબીજા પર દોષારોપણ કરવા લાગે છે. ભૂમાફિયા બેફામસુરેન્દ્રનગરમાં ધોળું સોનું અને કાળુ સોનુ બંને મળે છે. ખાણ ખોદવા પાછળ અંદાજે 4 થી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. ત્યારે ધરતીના પેટાળ ચીરી ખોદકામ કરી શ્રમિકો દ્વારા પ્રાપ્ત થયેલ કાળા સોનાનું મોટાપાયે ભૂમાફિયા દ્વારા બજારમાં વેચાણ થાય છે. ભૂમાફિયાની આવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બધી જાણ હોવા છતાં કશું નથી જાણતા હોવાનો ડોળ કરી ભૂમાફિયા અને તંત્રની મિલીભગતથી કાળા સોનાનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શું માફિયાઓ પાસે તંત્ર કરતાં પણ વધુ મજબૂત નેટવર્ક છે. ખનન માફિયાઓનો ખેલ સામે કેમ તંત્ર લાચાર જોવા મળે છે. આવા અનેક સવાલો ઉભા થાય છે.ઓપરેશન પાતાળની ગૂંજ ગાંધીનગર સુધીસંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચી. ઓપરેશન પાતાળ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપ્યું. રાજ્યમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું સરકારે સ્વીકાર કર્યો.ઓપરેશન પાતાળ બાદ સરકારના પ્રવકત્તા ઋષિકેશ પટેલે લૂલો બચાવ કર્યો કે અમે ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી હાથ ધરી છે. અમે અત્યાર સુધીમાં 2200 ખાડા પૂર્યા છે. કાર્બોસેલના બિન અધિકૃત ખનન પર કાર્યવાહી ચાલુ. ગેરકાયદે ખનન સામે 127 કેસ કર્યા છે. ખનીજ વહનના 1,120 કેસમાં 20 કરોડથી વધુ વસૂલાત કરવામાં આવી. વધુમાં તેમણે કહ્યું કે આવા કેસોમાં કડક સાથે કાર્યવાહી કરવા સૂચન કરેલું છે.અગાઉ પણ આવા કેટલાક કેસો ધ્યાનમાં આવતા સરકારે કાર્યવાહી કરી જ છે . સરકારે બિનઅધિકૃત ખનન કરનારા લોકો સામે 127 જેટલા કેસો કરી 3.80 કરોડની વસુલાત કરી છે. ખનીજ વહનના 1120 જેટલા કેસો અને 20 કરોડથી વધુની વસૂલાત કરી છે. સંગ્રહના 82 કેસ કરીને 1.5 કરોડથી વધુની રકમ પણ વસુલાત કરાય છે. કાર્બોસેલ ખનીજના બિનઅધિકૃત ખાણ કામ અને કુવાઓ પરથી મશીનરીઓ પણ સીઝ કરાઈ છે. ધરતીના પેટાળની 100 ફૂટ અંદર જીવીત જીંદગી જે માત્ર મોતના સમાચાર બનીને જ સામે આવે છે. માફિયાઓનો ખતરનાક ખેલ અને તંત્રની મિલીભગતનો પર્દાફાશ થયો.ધરતીની સપાટી નીચે જમીન ખોદવાનું કામ કયાં સુધી ચાલુ રહેશે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં વધારો થયો છે. સંદેશ ન્યૂઝ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરાયું 'ઓપરેશન પાતાળ'. અમારી ટીમે સુરેન્દ્રનગરના એક ખેતરમાંથી કાળું સોનું કહેવાતા એવા ખાણની શોધ કરી.ખાણમાં કામ કરનાર શ્રમિકો આજીવિકા રળવા કેવી કાળી મજૂરી કરવા મજબૂર બન્યા છે તે દશ્ય જોઈ અમારી ટીમ પણ દંગ થઈ ગઈ.
રાજ્યમાં કુદરતની અણમોલ ભેટનો વેપાર કરવામાં આવે છે. પર્વતો તોડી પથ્થરની ચોરી થાય છે, તો નદીઓના પટની રેતીની ચોરી તો કયાંક ખેતરમાં ઊંડા કૂવામાં ખોદકામ કરી કોલસો કાઢવામાં આવે છે. સામાન્ય લાગતા એવા ખેતરોમાંથી હવે ખાણ ખનીજની ચોરી કરવાના કારસો રચાઈ રહ્યો છે.
'ઓપરેશન પાતાળ'
સંદેશ ન્યૂઝના 'ઓપરેશન પાતાળ' હેઠળ ભૂમાફિયા અને તંત્રના મિલીભગતનો પર્દાફાશ કર્યો. એકબાજુ સરકાર ભૂમાફિયા પર લગામ કસી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના એક ખેતરમાં ત્રણ-ત્રણ ઊંડી ખાણમાં ખોદકામ થતી હોવાની અમને માહિતી મળી. અમારી ટીમ આ માહિતીની સત્યતાની તપાસ કરવા પંહોચી ત્યારે હકીકત સામે આવી. ખરેખર ખેતરની અંદર કૂવા જેવી દેખાતી એક ખાણ અસ્તિત્વમાં છે. અંદાજે 150 ફૂટ ઊંડી આ ખાણમાં 6 કરતાં પણ વધુ શ્રમિકો કામ કરતા હતા. 80થી 90 ફૂટ ખાણમાં ઊંડા ઉતરતા હવા ઓછી લાગતા શ્વાસ રૂંધાવા લાગ્યો. ત્યારે પ્રશ્ન થાય કે જો આપણને થોડા સમયમાં જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે આ શ્રમિકો ખાણની અંદર કેવી રીતે કામ કરતાં હશે.
તમને ડર નથી લાગતો
ખાણમાં કામ કરતાં શ્રમિકને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે અંહી કામ કરો છો તો તમને ડર નથી લાગતો. ત્યારે તેઓ કહે છે લાગે તો છે પણ શું કરીએ કામ તો કરવું પડશે. કારણ કે તેઓ 150 ફૂટ ઊંડી ખાણમાં કામ કરે ત્યારે તેમને દરરોજના 600થી 700 રૂપિયા મળતા હોય છે. તેમની પાસે આ સિવાય આજીવિકા રળવા માટેનો અન્ય કોઈ માર્ગ નથી. શ્રમિકો પાસે સેફટીના સાધનો જોવા ના મળ્યા. ખાણમાં કામ કરવું વધુ જોખમરૂપ હોવાની તેમને પણ જાણ છે છતાં પણ તેઓ કમાણી માટે કામ કરવા મજબૂર છે. સુરેન્દ્રનગરમાં આવેલ આ ખાણમાં ગુજરાતના શ્રમિકો ઉપરાંત રાજ્ય બહારના શ્રમિકો પણ કામ કરે છે. અમને વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખાણમાં કામ કરનાર શ્રમિકોમાં ફક્ત પુરુષ નહીં પણ મહિલાને પણ કામ કરતી જોઈ.આ ખાણમાં ઊંડે સુધી ખોદકામ કર્યા બાદ કોલસા જેવો ખનીજ મેળવવા જીલેટીનથી બ્લાસ્ટ કરવામાં આવે છે.આ વિસ્ફોટથી અનેક વખત ભેખડ ધસતા શ્રમિકો ફસાઈ જતા મોતને ભેટે તેવા કિસ્સા પણ સામે આવે છે.
ખાણમાંથી કુદરતી ખનીજ
સવાલ એ થાય કે ધરતીને ચીરી 100 ફૂટ ઉંડા કૂવા ખોદવામાં આવે છે. અને આ મોટી ખાણમાંથી કુદરતી ખનીજ બહાર કાઢી તેનું વેચાણ કરવામાં આવે છે. ખનીજ મેળવવા આશરે ધરતીના પેટાળની અંદર 90 ફૂટથી 150 ફૂટ જેટલું ઊંડુ ખોદકામ કરવામાં આવે છે. શ્રમિકોને ખાણમાં ઉતારી મોટાપાયે સુરંગ પણ બનાવવામાં આવે છે અને ત્યારબાદ જીલેટીનથી બ્લાસ્ટ કરી કોલસો બહાર કઢાય છે. ખોદકામ કરી મેળવેલ કાળુ સોનું એટલે કે કોલસાના વેચાણ માટે મોટાપાયો કાળો કારોબાર થાય છે. આવી ખાણમાં જ્યાં પૂરતી હવા પણ ના હોય ત્યાં સેફટીના સાધનોના પણ ના હોવા છતાં શ્રમિકો કામ કરે છે અને જ્યારે કામ કરતાં શ્રમિકનું મોત થાય છે ત્યારે તેમના પરીવારજનોને જરૂર પૂરતી આર્થિક સહાય મળતી નથી. અને જવાબદાર લોકો હાથ અધ્ધર કરી લઈ એકબીજા પર દોષારોપણ કરવા લાગે છે.
ભૂમાફિયા બેફામ
સુરેન્દ્રનગરમાં ધોળું સોનું અને કાળુ સોનુ બંને મળે છે. ખાણ ખોદવા પાછળ અંદાજે 4 થી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. ત્યારે ધરતીના પેટાળ ચીરી ખોદકામ કરી શ્રમિકો દ્વારા પ્રાપ્ત થયેલ કાળા સોનાનું મોટાપાયે ભૂમાફિયા દ્વારા બજારમાં વેચાણ થાય છે. ભૂમાફિયાની આવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બધી જાણ હોવા છતાં કશું નથી જાણતા હોવાનો ડોળ કરી ભૂમાફિયા અને તંત્રની મિલીભગતથી કાળા સોનાનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શું માફિયાઓ પાસે તંત્ર કરતાં પણ વધુ મજબૂત નેટવર્ક છે. ખનન માફિયાઓનો ખેલ સામે કેમ તંત્ર લાચાર જોવા મળે છે. આવા અનેક સવાલો ઉભા થાય છે.
ઓપરેશન પાતાળની ગૂંજ ગાંધીનગર સુધી
સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચી. ઓપરેશન પાતાળ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપ્યું. રાજ્યમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું સરકારે સ્વીકાર કર્યો.ઓપરેશન પાતાળ બાદ સરકારના પ્રવકત્તા ઋષિકેશ પટેલે લૂલો બચાવ કર્યો કે અમે ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી હાથ ધરી છે. અમે અત્યાર સુધીમાં 2200 ખાડા પૂર્યા છે. કાર્બોસેલના બિન અધિકૃત ખનન પર કાર્યવાહી ચાલુ. ગેરકાયદે ખનન સામે 127 કેસ કર્યા છે. ખનીજ વહનના 1,120 કેસમાં 20 કરોડથી વધુ વસૂલાત કરવામાં આવી. વધુમાં તેમણે કહ્યું કે આવા કેસોમાં કડક સાથે કાર્યવાહી કરવા સૂચન કરેલું છે.અગાઉ પણ આવા કેટલાક કેસો ધ્યાનમાં આવતા સરકારે કાર્યવાહી કરી જ છે .
સરકારે બિનઅધિકૃત ખનન કરનારા લોકો સામે 127 જેટલા કેસો કરી 3.80 કરોડની વસુલાત કરી છે. ખનીજ વહનના 1120 જેટલા કેસો અને 20 કરોડથી વધુની વસૂલાત કરી છે. સંગ્રહના 82 કેસ કરીને 1.5 કરોડથી વધુની રકમ પણ વસુલાત કરાય છે. કાર્બોસેલ ખનીજના બિનઅધિકૃત ખાણ કામ અને કુવાઓ પરથી મશીનરીઓ પણ સીઝ કરાઈ છે. ધરતીના પેટાળની 100 ફૂટ અંદર જીવીત જીંદગી જે માત્ર મોતના સમાચાર બનીને જ સામે આવે છે. માફિયાઓનો ખતરનાક ખેલ અને તંત્રની મિલીભગતનો પર્દાફાશ થયો.ધરતીની સપાટી નીચે જમીન ખોદવાનું કામ કયાં સુધી ચાલુ રહેશે?