Sanand: પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પ્રેમસંબંધ અને ઘરકંકાસે લીધો યુવકનો ભોગ

Apr 12, 2026 - 10:00
Sanand: પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પ્રેમસંબંધ અને ઘરકંકાસે લીધો યુવકનો ભોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 સાણંદમાં એક યુવકની હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાણંદ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે યુવકની હત્યા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમસંબંધ અને અવારનવાર થતા ઝઘડા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતકની પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ પતિને થતા ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક યુવક પત્નીના આ અનૈતિક સંબંધોને કારણે તેને અવારનવાર માર પણ મારતો હતો. પત્ની અને તેના પ્રેમીએ પોતાના રસ્તાના કાંટા સમાન પતિને દૂર કરવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

ટુવાલથી ગળેટુંપો આપી હત્યા

હત્યાની રાત્રે પત્ની અને પ્રેમીએ સાથે મળીને યુવકને નિશાન બનાવ્યો હતો. બંનેએ ટુવાલ વડે યુવકને ગળેટુંપો આપીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત કે અન્ય રીતે ખપાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસની કડક પૂછપરછ અને તપાસમાં પત્ની ભાંગી પડી હતી અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: Surat: સારોલીમાં મોડેન ટાઉન રેસીડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા 18 વાહનો બળીને ખાખ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0