Sanand: ડરણ ગામે દરોડામાં નશાકારક કફસીરપની 830 બોટલ ઝડપી પડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા સાંણદ જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નશા માટે કફ્સીરપનો વધુ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ નશાકારક સીરપ અને ટીકડીઓ વેચાઈ રહી છે. પોલીસ દ્વારા અવારનવાર દરોડા કરીને કેસ તો નોંધવામાં આવે છે. તેમ છતાં આવી નશાની વસ્તુઓ સરળતાથી મળી રહે છે. ત્યારે તા.2જીએ અમદાવાદ જિલ્લા એસઓજી શાખાના ASI ભરતસિંહ અને રામદેવસિંહને બાતમી મળી હતી કે બાવળાથી 3 કિલોમીટરના અંતરે આવેલા સાંણદ તાલુકાના ડરણ ગામે રહેતા રણછોડભાઇ ભૂપતભાઇ ડાભી દ્વારા આર્થિક લાભ હેતુ એક ઇકો કારમાં ગેરકાયદેસર કફ્ સીરપોની બોટલોનો જથ્થો વેચાણ હેતુ રાખવામાં આવ્યો છે. જેથી શાખાના પીઆઇ રામાણી તથા સ્ટાફ્ દ્વારા બાતમીના વર્ણન મુજબના સ્થળે રેડ કરવામા આવી હતી. રેડ દરમિયાન પોલીસે બંધ ઇકો કારને ખોલાવી તેમાં તલાશી લેતા તેમાંથી 830 નંગ કિંમત રૂ.1,65,170 રેક્સટોપ ટી નામની કોડિનફોસ્ફેટયુક્ત કફ્ સીરપની બોટલો મળી આવી હતી. પોલીસે દ્વારા કાર સહિત તમામ મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી સ્થળ પર હાજર ના મળી આવેલા આરોપીને વોન્ટેડ જાહેર કરી નશાકારક કફ્ સીરપની બોટલો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો? તે અંગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
What's Your Reaction?






