Sanand Palika Election result 2025: સાણંદ ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો...કોંગ્રેસ-અપક્ષના સુપડા સાફ
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાણંદમાં ભાજપે બહુમતિ હાંસલ કરી છે. કોંગ્રેસ, અપક્ષનું હજુ ખાતું પણ નથી ખુલ્યું. નગરપાલિકાની ચૂંટણી પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. નગરપાલિકાની મોટાભાગની બેઠકો પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજ્યની 66માંથી 31 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ફાળે 129, તો 94 બેઠકો પર અપક્ષોએ મેદાન માર્યું છે.સાણંદ ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાણંદમાં ભાજપે બહુમતિ હાંસલ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ, અપક્ષનું હજુ ખાતું પણ નથી ખુલ્યું. 16 બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાયો છે. બહુમત માટે 15 બેઠક પર જીત મેળવી છે. ભાજપની જીતને લઇ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતને લઇ આતિશબાજી પુષ્પવર્ષા અને ગુલાલ ઉડાડીને ઉજવણી કરવામાં આવી રહી છે. સાણંદમાં બે વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે.બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ, ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા અમદાવાદની બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા બની છે. આ એક બસપાની બેઠક સત્તા કબ્જે કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાણંદમાં ભાજપે બહુમતિ હાંસલ કરી છે. કોંગ્રેસ, અપક્ષનું હજુ ખાતું પણ નથી ખુલ્યું.
નગરપાલિકાની ચૂંટણી પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. નગરપાલિકાની મોટાભાગની બેઠકો પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજ્યની 66માંથી 31 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ફાળે 129, તો 94 બેઠકો પર અપક્ષોએ મેદાન માર્યું છે.
સાણંદ ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાણંદમાં ભાજપે બહુમતિ હાંસલ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ, અપક્ષનું હજુ ખાતું પણ નથી ખુલ્યું. 16 બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાયો છે. બહુમત માટે 15 બેઠક પર જીત મેળવી છે. ભાજપની જીતને લઇ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતને લઇ આતિશબાજી પુષ્પવર્ષા અને ગુલાલ ઉડાડીને ઉજવણી કરવામાં આવી રહી છે. સાણંદમાં બે વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે.
બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ, ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા
અમદાવાદની બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા બની છે. આ એક બસપાની બેઠક સત્તા કબ્જે કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.