Sanand: વિરમગામ હાઈવે પર એક કરોડથી વધુ કિંમતનો દારૂ ભરેલા ટ્રક સાથે એકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર લઠ્ઠાકાંડ સર્જાયા બાદ ગૃહ વિભાગની તાકીદે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ છે. સાણંદ વિરમગામ હાઈવે માર્ગ પર વીરપુર પાટિયા પાસેથી સાણંદ જી આઈ ડી સી પોલીસે બારસો ખોખામાં 32,392 બોટલ ભરેલા કુલ 1,11,03,388 કિંમતના દારૂ ભરેલા એક ટ્રક(કન્ટેનર)ને ઝડપી લીધો હતો. તેમજ તેના ચાલક કરતારામ હમીરારામ મેઘવાલ, રહે.પુરાવા, તા.ધોરીમના,જિ.બાડમેર, રાજસ્થાનના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બનાવમાં દારૂના જથ્થા સાથે ત્રણ મોબાઈલ, તેરસો રૂપિયા રોકડ,ટ્રક સહિત કુલ 1,36,19,688 કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવી દારૂના વેપલામાં સંડોવાયેલા જથ્થો મોકલનાર સુરેન્દ્ર યાદવ, રહે. અજમેર, રાજસ્થાન,કન્ટેનર માલિક મેહરારામ માનારામ, રહે. ધોલા ડેર, બારમેર અને ગુજરાતમાં ખરીદનાર અથવા જથ્થો મેળવનાર દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઇ બોરીચા,નાગરાજભાઇ વલકુભાઇ ખાચર,દેવાયતભાઇ નાગભાઇ ખરતાણી ત્રણેય રહે. સુદામડા,જિ. સુરેન્દ્રનગર વ્યક્તિઓની ઓળખ તથા ધરપકડ માટે પી આઈ એ.એમ. દેસાઈ, સાણંદ જી આઈ ડી સી પોલીસ ટીમે કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવ્યાની માહિતી પોલીસ દ્વારા જાણવા મળી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

