Salaya: સલાયાના 40 જેટલા વહાણોનું ઈમિગ્રેશન અટક્યું, ભાડું છતાં વહાણ જઈ શકતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સલાયાના વહાણોની ઇમિગ્રેશન પ્રક્રિયા અચાનક બંધ કરી દેવાતા વહાણવટીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા અનુસાર હાલમાં જ દરિયાઈ વેકેશન પૂર્ણ થયું હતું.
પહેલી સપ્ટેમ્બરના રોજથી અમુક વહાણ માલ ભરીને વિદેશ જવા રવાના થયા હતા. જેમાં નિયમ મુજબ ઇમિગ્રેશન પ્રક્રિયા થઈ હતી. બાદ સલાયામાં ઇમિગ્રેશન કામગીરીને કોઈ કારણોસર બંધ કરાઈ હતી. રાજકોટ આઇ.બી.ને આ પાવર અપાયો હતો જે 8 સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. એ પછી કોઈ કારણસર 9 સપ્ટેમ્બરથી આ કામગીરી બંધ કરાઈ હતી. જેથી સલાયાના 40 જેટલા વહાણો પોરબંદર, બેડી, મુન્દ્રા જેવા બંદરો ઉપરથી હજારો ટન ખાદ્ય પદાર્થો જેવા કે ચોખા, ખાંડ, મગફ્ળી વગેરે ભરીને ગલ્ફ્ના દેશોમાં જવાના હતા પણ સલાયામાં ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવાતા આ તમામ વહાણો અટકી ગયેલ છે. જેના લીધે વિદેશી વેપારને મોટા પ્રમાણમાં અસર થઈ છે. જેનો આંકડો લાખોમાં થઈ રહ્યો છે. આ ઇમિગ્રેશન પ્રક્રિયા તુરંત ચાલુ કરવા ઇન્ડિયન વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સંબંધિત તંત્રને રજૂઆત કરાઈ છે.
What's Your Reaction?






