Salangpurમાં દીવાળી પર્વે ભક્તિનો મહાસાગર: કષ્ટભંજન દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો અલૌકિક શણગાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રોશની અને પવિત્રતાના પર્વ દિવાળી નિમિત્તે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ અને આસ્થાના પ્રતિકસમાન સાળંગપુરધામ (કષ્ટભંજન હનુમાનજી મંદિર) ખાતે ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો છે. દિવાળીના પર્વે સાળંગપુરધામ ખાતે દિવ્ય દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. પર્વની આ વિશેષ રાત્રે દાદાના અલૌકિક દર્શન કરીને ભક્તો ભાવવિભોર બની ગયા હતા.
સિલ્વર ડાયમંડ વાઘા અને રંગબેરંગી ફૂલોથી દાદાનો દિવ્ય શણગાર
દિવાળીના પવિત્ર અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અત્યંત આકર્ષક અને મૂલ્યવાન એવા સિલ્વર ડાયમંડના દિવ્ય વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ મંદિરના ગર્ભગ્રહ અને સિંહાસનને સુગંધિત ગલગોટા અને ગુલાબના તાજા ફૂલોથી ભવ્યતાપૂર્વક શણગારવામાં આવ્યા હતા. દાદાનું આ દિવ્ય અને તેજસ્વી સ્વરૂપ જોઈને દર્શનાર્થીઓની આંખોં દીપી ઉઠી હતી.
હજારો દીવડાઓથી ઝળહળ્યું મંદિર પરિસર અને આરતીનું આયોજન
સાળંગપુરધામનું સમગ્ર મંદિર પરિસર દિવાળી નિમિત્તે હજારો દીવડાઓ અને આકર્ષક રોશની થી ઝળહળી ઉઠ્યું હતું. ચારેય બાજુ ફેલાયેલો દીવાઓનો પ્રકાશ અને મનોહર લાઈટિંગથી આખો પરિસર દિવ્ય નજરે પડી રહ્યો હતો. આ દિવ્ય રોશની અને પવિત્ર વાતાવરણ વચ્ચે સાંજના સમયે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ 'જય કષ્ટભંજન દેવ' ના નાદ સાથે આરતીનો લાભ લીધો હતો અને દિવાળીની પર્વાભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

