Sabarkatha: જિલ્લાની 3 પાલિકા અને તાલુકા પંચાયતની 4 બેઠકો માટે 237ફોર્મ ભરાયાં
સાબરકાંઠા જિલ્લાની ત્રણ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ચાર પેટા બેઠકોની ચૂંટણી આગામી તા.16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતુ.જેમાં જણાવ્યા મુજબ તા.1લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરવાની મુદત મુકરર કરાઇ હતી. જેથી શનિવારે જિલ્લામાં ત્રણ નગરપાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે અંદાજે 237 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેની ચકાસણી તા.3જી ફેબ્રુઆરીના રોજ થયા બાદ ઉમેદવારી પત્રો માન્ય કે અમાન્ય થયાનું બહાર આવશે. જોકે તા. 4થી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે તેમાં પ્રાંતિજ નગરપાલિકાના 06, ખેડબ્રહ્માના 07 અને તલોદના 06 વોર્ડનો સમાવેશ થાય છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.1લી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી મુદત હતી. ત્યારે ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે અંદાજે 237 ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું જિલ્લા ચૂંટણી શાખાના સુત્રોમાંથી જણાવાયુ છે. ચૂંટણી શાખાના જણાવ્યા મુજબ શનિવારે પાલિકાઓ પૈકી સૌથી વધુ ફોર્મ તલોદ પાલિકામાં ભરાયા છે. જયારે ખેડબ્રહ્મા પાલિકામાં 27 અને પ્રાંતિજ પાલિકામાં છેલ્લા દિવસે 50 ફોર્મ ભરાયા હતા. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં કેટલાક ઉમેદવારોને મેન્ડેટ સાથે ફોર્મ ભરાવાયા છે. તો બીજી તરફ કેટલાક ટીકીટ વાંચ્છુઓને પક્ષ દ્વારા મેન્ડેટ અપાયા નથી. જેના લીધે અંદરોઅંદર ચણભણાટ અને નારાજગીનો સુર ઉઠવા પામ્યો હતો.તા. 3જી ફેબ્રુઆરીએ ભરાયેલા તમામ ફોર્મની ચકાસણી થયા બાદ તેમાં પક્ષ પ્રેરિત, અપક્ષ તથા બળવાખોર ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ ભરાયા બાદ મોટાભાગના ઉમેદવારોએ પોતાના વોર્ડમાં પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં મતદારોને રિઝવવા માટે ઉમેદવારો અને ટેકેદારો દ્વારા સંપર્ક સુત્રોને તેજ કરી મતદારોને પોતાની તરફે કરવા માટે આયોજન શરૂ કરી દેવાયુ છે. જોકે તા.4 ફેબ્રુઆરીએ ઉમેદવારોનું આખરી ચિત્રો સ્પષ્ટ થયા બાદ માન્ય ઉમેદવારો દ્વારા પ્રચારને વેગ આપવામાં આવશે. પાલિકા અને તા. પં.ની બેઠકો માટે કેટલા ફોર્મ ભરાયાં સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે 68, તલોદમાં 85, જયારે ખેડબ્રહ્મા નગરપાલિકામાં 84 ઉમેદવારીપત્રો ભરાયા છે. તેજ પ્રમાણે પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠક માટે 04, વિજયનષર તાલુકા પંચાયતની બાલેટા બેઠક માટે 05, ચિઠોડા બેઠક માટે 04 અને પોશીના તાલુકાની વીંછી બેઠક માટે તા.27મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન 06 ઉમેદવારીપત્રો ભરાયા છે. એમ ચૂંટણી શાખાના સુત્રોમાંથી જણાવાયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાની ત્રણ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ચાર પેટા બેઠકોની ચૂંટણી આગામી તા.16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતુ.
જેમાં જણાવ્યા મુજબ તા.1લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરવાની મુદત મુકરર કરાઇ હતી. જેથી શનિવારે જિલ્લામાં ત્રણ નગરપાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે અંદાજે 237 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેની ચકાસણી તા.3જી ફેબ્રુઆરીના રોજ થયા બાદ ઉમેદવારી પત્રો માન્ય કે અમાન્ય થયાનું બહાર આવશે. જોકે તા. 4થી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે તેમાં પ્રાંતિજ નગરપાલિકાના 06, ખેડબ્રહ્માના 07 અને તલોદના 06 વોર્ડનો સમાવેશ થાય છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.1લી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી મુદત હતી. ત્યારે ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે અંદાજે 237 ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું જિલ્લા ચૂંટણી શાખાના સુત્રોમાંથી જણાવાયુ છે.
ચૂંટણી શાખાના જણાવ્યા મુજબ શનિવારે પાલિકાઓ પૈકી સૌથી વધુ ફોર્મ તલોદ પાલિકામાં ભરાયા છે. જયારે ખેડબ્રહ્મા પાલિકામાં 27 અને પ્રાંતિજ પાલિકામાં છેલ્લા દિવસે 50 ફોર્મ ભરાયા હતા. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં કેટલાક ઉમેદવારોને મેન્ડેટ સાથે ફોર્મ ભરાવાયા છે. તો બીજી તરફ કેટલાક ટીકીટ વાંચ્છુઓને પક્ષ દ્વારા મેન્ડેટ અપાયા નથી. જેના લીધે અંદરોઅંદર ચણભણાટ અને નારાજગીનો સુર ઉઠવા પામ્યો હતો.તા. 3જી ફેબ્રુઆરીએ ભરાયેલા તમામ ફોર્મની ચકાસણી થયા બાદ તેમાં પક્ષ પ્રેરિત, અપક્ષ તથા બળવાખોર ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ ભરાયા બાદ મોટાભાગના ઉમેદવારોએ પોતાના વોર્ડમાં પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં મતદારોને રિઝવવા માટે ઉમેદવારો અને ટેકેદારો દ્વારા સંપર્ક સુત્રોને તેજ કરી મતદારોને પોતાની તરફે કરવા માટે આયોજન શરૂ કરી દેવાયુ છે. જોકે તા.4 ફેબ્રુઆરીએ ઉમેદવારોનું આખરી ચિત્રો સ્પષ્ટ થયા બાદ માન્ય ઉમેદવારો દ્વારા પ્રચારને વેગ આપવામાં આવશે.
પાલિકા અને તા. પં.ની બેઠકો માટે કેટલા ફોર્મ ભરાયાં
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે 68, તલોદમાં 85, જયારે ખેડબ્રહ્મા નગરપાલિકામાં 84 ઉમેદવારીપત્રો ભરાયા છે. તેજ પ્રમાણે પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠક માટે 04, વિજયનષર તાલુકા પંચાયતની બાલેટા બેઠક માટે 05, ચિઠોડા બેઠક માટે 04 અને પોશીના તાલુકાની વીંછી બેઠક માટે તા.27મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન 06 ઉમેદવારીપત્રો ભરાયા છે. એમ ચૂંટણી શાખાના સુત્રોમાંથી જણાવાયુ છે.